Get The App

અભિષેક બચ્ચન સાથે અફેરની અફવા બાદ નિમ્રત કૌર ભારે ટ્રોલ થઈ

Updated: Oct 21st, 2024


Google NewsGoogle News
અભિષેક બચ્ચન સાથે અફેરની અફવા બાદ નિમ્રત કૌર ભારે ટ્રોલ થઈ 1 - image


- આ અફેરને લીધે ઐશ્વર્યા નારાજ હોવાનો દાવો

- બચ્ચન પરિવારની વહુ બનવાનાં સપનાં જોવાનું છોડી દે, તેવી કોમેન્ટસ

મુંબઈ : અભિષેક બચ્ચન અને 'દસવી' ફિલ્મની તેની હિરોઈન નિમ્રત કૌર વચ્ચે અફેર ચાલતું હોવાથી  ઐશ્વર્યા નારાજ છે અને વાત છૂટાછેડા સુધી પહોંચી ગઈ છે તેવા કેટલાક દાવા બાદ સોશિયલ મીડિયા પર લોકો નિમ્રત કૌરને ભારે ટ્રોલ કરી રહ્યા છે. 

દાવા અનુસાર અભિષેક અને નિમ્રત વચ્ચે 'દસવી'ના શૂટિંગ વખતે અફેર શરુ થઈ ગયું હતું. ઐશ્વયાને આ વાતની ખબર પડી ગઈ હતી. આથી તેણે અભિષેકથી અને સમગ્ર બચ્ચન પરિવારથી અલગ રહેવાનું શરુ કરી દીધું હતું. 

આ દાવા કેટલા સાચા છે તે કોઈ જાણતું નથી પરંતુ ઐશ્વર્યા અને અભિષેક બંનેના ચાહકો અત્યારથી જ સોશિલ  મીડિયા પર નિમ્રત કૌર વિશે બેફામ કોમેન્ટસ કરી રહ્યા છે. ઐશ્વર્યાનું ઘર તોડીને તને શું મળ્યું, બચ્ચન પરિવારની વહુ બનવાનાં સપનાં જોવાનાં રહેવા દે, મોટાં ઘરની વહુ બનવાની ઈચ્છા હોય તે ખોટું નથી પરંતુ તેમાં કોઈનું ઘર ન તોડાય વગેરે જેવી કોમેન્ટસ થઈ રહી છે. કેટલાક ચાહકો અભિષેક પર પણ ગુસ્સો ઉતારી રહ્યા છે . ઐશ્વર્યા જેવી મિસ વર્લ્ડ રહી ચૂકેલી હિરોઈનનો પતિ પણ નિમ્રત જેવી સામાન્ય દેખાવ ધરાવતી હિરોઈન સાથે અફેર કરતો હોય તેનો મતલબ એ કે પુરુષો ક્યારેય સુધરતા નથી. 

જોકે, આ દાવાઓ અંગે ઐશ્વર્યા, અભિષેક કે નિમ્રત  દ્વારા પણ કોઈ ટિપ્પણી હજુ સુધી કરવામાં આવી નથી. 


Google NewsGoogle News