Get The App

વાતો કરનારા તો કરશે જ: અભિષેક બચ્ચન સાથે અફેરની અફવાઓ પર નિમરત કૌરે તોડ્યું મૌન

Updated: Oct 28th, 2024

GS TEAM


Google News
Google News
nimrat-kaur-breaks-silence-after-dating-rumours-with-abhishek-bachchan


Nimrat Kaur Break Silence On Abhishek Bachchan Dating Rumors: અભિનેત્રી નિમરત કૌર છેલ્લા કેટલાક સમયથી અભિષેક બચ્ચન સાથે ડેટિંગની અફવાઓને કારણે ચર્ચામાં છે. તેમના ડેટિંગની અફવા ત્યારે આવી જ્યારે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે છૂટાછેડાના સમાચાર ઘણા સમયથી ચાલી રહ્યા હતા. મીડિયા રિપોર્ટ્સ એવો દાવો કરે છે કે અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે અણબનાવ છે. જો કે છૂટાછેડાની અફવાઓ પર દંપતીની કોઈ પ્રતિક્રિયા આવી નથી. પરંતુ હવે નિમરતે અભિષેક સાથેના અફેર બાબતે મૌન તોડ્યું છે. 

અભિષેક સાથેના અફેરની અફવા પર નિમરતે આપી પ્રતિક્રિયા  

તાજેતરમાં જ એક ઈન્ટરવ્યુમાં અભિનેત્રીએ અભિષેક સાથેના અફેરની સોશિયલ મીડિયા પર ચાલી રહેલી  અફવા પર પ્રતિક્રિયા આપી હતી. 'હું કંઈપણ કરી શકું છું, પરંતુ લોકો તે જ કહેશે જે તેઓ કહેવા માંગે છે. આ ગપસપને રોકી શકાતી નથી અને તેથી હું મારું તમામ ધ્યાન મારા કામ પર કેન્દ્રિત કરવા માંગુ છું.' 

કેવી રીતે અભિષેક-નિમરતના અફેરની અફવાઓ ફેલાઈ

અભિષેક અને નિમરતે વર્ષ 2022માં રિલીઝ થયેલી ફિલ્મ 'દસવી'માં સાથે કામ કર્યું હતું. જેમાં નિમરતે અભિષેકની પત્નીનો રોલ કર્યો હતો.

ગત વર્ષથી સોશિયલ મીડિયા પર એવી ચર્ચા ચાલી રહી છે કે ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનના લગ્ન જીવનમાં કેટલીક સમસ્યાઓ છે. જે બાદ તેમના છૂટાછેડાના સમાચાર આવવા લાગ્યા હતા. 

આ પણ વાંચો: પાતળી-દુબળી થઈ 'ડર્ટી પિક્ચર' ની સિલ્ક, કસરત ન કરી તોય મેળવ્યું સ્લિમ ફિટ ફિગર, ફેન્સ ચોંક્યા

રાધિકા મર્ચન્ટ અને અનંત અંબાણીના લગ્નમાં અભિષેક અને ઐશ્વર્યા અલગ-અલગ આવ્યા ત્યારે છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું હતું. ઐશ્વર્યાએ પુત્રી આરાધ્યા સાથે લગ્નમાં હાજરી આપી હતી, જ્યારે અભિષેકે તેના પરિવાર સાથે લગ્નમાં હાજરી આપી હતી. 

જો આપણે જુનિયર બચ્ચનના વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ, તો તાજેતરમાં તેણે તેની આગામી ફિલ્મ આઈ વોન્ટ ટુ ટોકનો ફર્સ્ટ લુક સામે આવ્યો છે અને ફિલ્મ 22 નવેમ્બર, 2024ના રોજ રિલીઝ થશે.

વાતો કરનારા તો કરશે જ: અભિષેક બચ્ચન સાથે અફેરની અફવાઓ પર નિમરત કૌરે તોડ્યું મૌન 2 - image

Tags :