'ટેન્શન ના લો, મારો ફ્રેન્ડ છે...', એલ્વિશ યાદવનો સાપ સાથેનો નવો વીડિયો આવ્યો સામે

Updated: Nov 4th, 2023


Google NewsGoogle News
'ટેન્શન ના લો, મારો ફ્રેન્ડ છે...', એલ્વિશ યાદવનો સાપ સાથેનો નવો વીડિયો આવ્યો સામે 1 - image


Image Source: Twitter

- એલ્વિશ યાદવ પર કોબ્રા સહિત અનેક ઝેરી સાપના ઝેરથી લોકોને નશો કરવાનો અને રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ

નવી દિલ્હી, તા. 04 નવેમ્બર 2023, શનિવાર 

ફેમસ યુટ્યૂબર એલ્વિશ યાદવ હાલમાં ચર્ચામાં છે. તાજેતરમાં જ નોઈડામાં તેની સામે FIR નોંધવામાં આવી છે. એલ્વિશ યાદવ પર કોબ્રા સહિત અનેક ઝેરી સાપના ઝેરથી લોકોને નશો કરવાનો અને રેવ પાર્ટીઓનું આયોજન કરવાનો આરોપ છે. આ આરોપો વચ્ચે યુટ્યૂબર સતત સોશિયલ મીડિયા દ્વારા પોતાની વાત મૂકી રહ્યો છે અને કહી રહ્યો છે કે આ બધું નકલી અને જૂઠુ છે. પરંતુ આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એલ્વિશ એક સાપ સાથે નજર આવી રહ્યો છે. તેણે હાલમાં જ તેની યુટ્યૂબ ચેનલ પર આ વીડિયોની સચ્ચાઈ જણાવી હતી.

એલ્વિશ યાદવ પર આરોપ છે કે તે રેવ પાર્ટીમાં વિદેશી યુવતીઓ અને સાપોના ઝેરની વ્યવસ્થા કરી હતી. એટલું જ નહીં તેના પર સાપોની સપ્લાય કરવાનો પણ આરોપ છે. પોલીસ એલ્વિશને શોધી રહી છે પરંતુ આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેમાં એલ્વિશ હાથમાં સાપ સાથે નજર આવી રહ્યો છે.

સોશિયલ મીડિયામાં વાયરલ થયો જૂનો વીડિયો

સોશિયલ મીડિયા પર એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે જેમાં એલ્વિશના હાથમાં સાપ નજર આવી રહ્યો છે. કોઈકે કહ્યું કે, વધારે જોરથી ના પકડીશ તો એલ્વિશે કહ્યું કે, પ્રેમથી જ પકડ્યો છે. ટેન્શન ના લો એ મારો સાથી છે. હજુ કોઈ પુરાવા જોઈએ? જોકે, વીડિયોમાં તે કોઈ કટારિયાનું નામ પણ લઈ રહ્યો છે જેને તે ધ રિયલ કટારિયા કહી રહ્યો છે. તે કોણ છે તેનો ખુલાસો નથી થયો. 

વીડિયો વાયરલ થતા સ્પષ્ટતા આપી

એલ્વિશે આ વીડિયો પર સ્પષ્ટતા આપતા કહ્યું કે, આ વીડિયો હજુ પણ તેમની ચેનલ પર છે. આ વીડિયો તે સમયનો છે જ્યારે તે સિંગર ફાઝિલપુરિયાના એક ગીતના શૂટિંગ દરમિયાન તેના સેટ પર ગયો હતો. ત્યાં સાપોને ગીતના શૂટિંગ માટે લેવામાં આવ્યો હતો. આ બધું મારા માટે નવું હતું તો મેં પણ જોયું. તેણે દાવો કર્યો હતો કે આ સાપ ઝેર વગરનો હતો.

એલ્વિશે તેના પર લાગેલા આરોપો વચ્ચે ફરી પોતાની યુટ્યૂબ ચેનલ પર એક વીડિયો શેર કર્યો છે. તેણે આ વિડિયો એલ્વિશ યાદવ વ્લોગમાં શેર કર્યો છે તેમાં તેણે કહ્યું કે તે પોલીસ સાથે મળીને આ કેસનો ઉકેલ લાવવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે પરંતુ તપાસ અને પુરાવા વિના તેના પર લગાવવામાં આવેલા તમામ આરોપો ખોટા છે. તેણે કહ્યું કે આ બિલકુલ એવું જ છે જેવું કે તેના પર પહેલા ફૂલના ગમલા ચોરવાનો ખોટા આરોપ લગાવવામાં આવ્યા હતા. જોકે બાદમાં પોલીસે પોતે કહ્યું હતું કે આ એલ્વિશ યાદવનું કામ નથી.



Google NewsGoogle News