2025માં ઘણાં સ્ટાર કિડ્સ સહિત નવા હીરો-હીરોઈન ડેબ્યૂ કરશે, સૈફનો દીકરો અને અજયનો ભત્રીજો પણ સામેલ
Stars Kids Bollywood Debut: આ વર્ષે ઘણા સ્ટાર્સ કિડ્સ બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે, જેમાં રાશા થડાણીથી લઈને ઈબ્રાહિમ અલી ખાન, રાશા થડાણી જેવા સ્ટાર્સ સામેલ છે.
રાશા થડાણી
રવિના ટંડનની પુત્રી ફિલ્મ આઝાદથી બોલિવૂડની દુનિયામાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. રાશાએ ધીરુભાઈ અંબાણી ઈન્ટરનેશનલ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણે વર્ષ 2021માં ઈન્ટરનેશનલ જનરલ સર્ટીફિકેટ ઓફ સેકેન્ડરી એજ્યુકેશનનો અભ્યાસ કર્યો. તે 2025માં ડેબ્યૂ કરવા જઈ રહી છે.
અહાન પાંડે
અહાન પાંડે મોહિત સૂરીની ફિલ્મથી ડેબ્યૂ કરશે. અહાને મુંબઈની ઓબેરોય સ્કૂલમાં અભ્યાસ કર્યો છે અને પછી ગ્રેજ્યુએશન કર્યું છે. તેણે બે ફિલ્મોમાં આસિસટન્ટ ડિરેક્ટર તરીકે કામ કર્યું છે.
શનાયા કપૂર
શનાયા કપૂર પણ આ વર્ષે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. વર્ષ 2025માં બોક્સ ઓફિસ પર તેની ફિલ્મ વૃષભા અને આંખો કી ગુસ્તાખિયાં રિલીઝ થવાની છે. શનાયાએ મુંબઈની ઈકોલે મોન્ડિયેલ વર્લ્ડ સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. તેણે એક્ટિંગની ટ્રેનિંગ લીધી છે. શનાયા હાલમાં લંડનની યુનિવર્સિટીમાંથી ઈકોનોમિક્સમાં બેચલર ઓફ આર્ટ્સ કરી રહી છે. શનાયા તેની પ્રથમ ફિલ્મમાં લક્ષ્ય લાલવાણી અને ગુરફતેહ પીરઝાદા સાથે કામ કરવા જઈ રહી છે.
અમાન દેવગણ
અજય દેવગણનો ભત્રીજો અમાન દેવગણ પણ રાશા સાથે ફિલ્મ આઝાદમાં ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. અમને મુંબઈની સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણે નેબ્રાસ્કા યુનિવર્સિટીમાંથી કમ્પ્યૂટર સાયન્સમાં માસ્ટર ડિગ્રી અને મિશિગન યુનિવર્સિટીની રોસ સ્કૂલ ઓફ બિઝનેસમાંથી એમબીએ કર્યું છે.
વીર પહાડિયા
સ્કાય ફોર્સથી ડેબ્યૂ કરી રહેલા વીર પહાડિયાએ પણ ધીરુભાઈ અંબાણીની સ્કૂલમાંથી અભ્યાસ કર્યો છે. ત્યારબાદ તેણે બોસ્ટન કોલેજમાંથી ગ્રેજ્યુએશનની ડિગ્રી પણ લીધી છે. તેણે ગ્લોબલ બિઝનેસ મેનેજમેન્ટમાં બી.એ. કર્યું છે.
સિમર ભાટિયા
અક્ષય કુમારીની ભાણી સિમર ભાટિયા પણ ડેબ્યૂ કરવા માટે તૈયાર છે. સિમરે તેનું સ્કૂલિંગ મુંબઈની સ્કૂલમાંથી કર્યું છે.
ઈબ્રાહિમ અલી ખાન
સારા અલી ખાનનો ભાઈ ઈબ્રાહિમ અલી ખાન સરઝમીન ફિલ્મથી ડેબ્યૂ કરશે. ઈબ્રાહિમે ધીરુભાઈ અંબાણી સ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. આ પછી તેણે ન્યૂયોર્ક ફિલ્મ એકેડમીમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને ફિલ્મ મેકિંગમાં ડિગ્રી લીધી છે.