તાત્કાલિક OTT પરથી હટાવી લેવાઇ આ ફિલ્મ, મેકર્સે માંગી માફી, જાણો શું છે વિવાદ

Updated: Jan 12th, 2024


Google NewsGoogle News
તાત્કાલિક OTT પરથી હટાવી લેવાઇ આ ફિલ્મ, મેકર્સે માંગી માફી, જાણો શું છે વિવાદ 1 - image


નવી મુંબઇ,તા. 12 જાન્યુઆરી 2024, શુક્રવાર 

નયનતારાની ફિલ્મ 'અન્નપૂર્ણિ' હાલમાં જ વિવાદમાં આવી હતી. આ ફિલ્મમાં નોન-વેજ ફૂડ સાથે સંબંધિત એક સીન વિવાદનું કારણ બન્યું હતું અને વિશ્વ હિન્દુ પરિષદે તેના પર સખત વિરોધ નોંધાવ્યો હતો. હવે ફિલ્મના નિર્માતાઓએ પણ ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ માફી માંગી છે.

1 ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થયેલી આ ફિલ્મ 29 ડિસેમ્બરે નેટફ્લિક્સ પર આવી હતી. હવે અપડેટ પ્રમાણે લેડી સુપરસ્ટાર નયનતારાની ફિલ્મ 'અન્નપૂર્ણિ' OTT પ્લેટફોર્મ Netflix દ્વારા હટાવી દેવામાં આવી છે. તાજેતરમાં આ ફિલ્મ પર 'હિંદુઓની ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચાડવાનો' આરોપ મૂકવામાં આવ્યો હતો. 

વિવાદ એટલો વધી ગયો કે સોમવારે મુંબઈમાં નિર્માતાઓ અને કલાકારો વિરુદ્ધ કેસ પણ દાખલ કરવામાં આવ્યો. હાલમાં જ વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરોએ Netflixની મુંબઈ ઓફિસ સામે પ્રદર્શન પણ કર્યું હતું અને આ ફિલ્મ પર પ્રતિબંધ મૂકવાની માગણી કરી હતી. હવે નેટફ્લિક્સે  ફિલ્મ હટાવી દીધી છે અને નિર્માતાઓએ માફી પણ લખી છે.

વિવાદનું કારણ શું હતું?

'અન્નપૂર્ણિ'ના અનેક દ્રશ્યો પર વાંધો ઉઠાવવામાં આવ્યો હતો. આ ફિલ્મમાં એક બ્રાહ્મણ છોકરીની સ્ટોરી દર્શાવવામાં આવી છે, જેના પિતા મંદિરના પૂજારી છે. પરંતુ છોકરીએ ટોપ શેફ બનવું છે અને તેના માટે નોન-વેજ ડીશ બનાવતી દર્શાવાઇ છે. 

નયનતારાના પાત્રની નોન-વેજ વિશેની ખચકાટ દૂર કરવા માટે, તેનો મિત્ર એક દ્રશ્યમાં કહેતો જોવા મળે છે કે, ભગવાન રામ અને તેમના ભાઈ લક્ષ્મણ પણ તેમના વનવાસ દરમિયાન નોન-વેજ ખાતા હતા. એક સીનમાં નયનતારા નોન-વેજ બનાવવા માટે હિજાબ પહેરેલી જોવા મળે છે.

જે બાદ 8 જાન્યુઆરીના રોજ, આઈટી સેલના સ્થાપક રાકેશ સોલંકીએ 'અન્નપૂર્ણિ'ના મુખ્ય કલાકારો નયનથારા અને જય, લેખક-નિર્દેશક નિલેશ કૃષ્ણા અને નિર્માતાઓ સાથે નેટફ્લિક્સ ઈન્ડિયાના હેડ મોનિકા શેરગિલ સામે ફરિયાદ નોંધાવી હતી.

તેમની ફરિયાદની નકલનો ફોટો શેર કરતા સોલંકીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર શેર પણ કર્યો હતો જેમાં લખ્યું કે, જેનું નિર્માણ ઝી સ્ટુડિયો, નાદ સ્ટુડિયો અને ટ્રાઇડેન્ટ આર્ટ્સ દ્વારા કરવામાં આવ્યું છે.

વિશ્વ હિન્દુ પરિષદે નિર્માતાઓની માફી પર ખુશી વ્યક્ત કરી 

વિશ્વ હિન્દુ પરિષદના પ્રવક્તા શ્રીરાજ નાયરે તેમની સોશિયલ મીડિયા પોસ્ટમાં નિર્માતાઓને 'કાનૂની અને બજરંગ દળ સ્ટાઈલ એક્શનની વાત કહી હતી.  

જ્યારે નેટફ્લિક્સ પરથી ફિલ્મને તાત્કાલિક દૂર કરવાની માંગ કરી હતી. હવે તેણે 'અન્નપૂર્ણિ'ના નિર્માતાઓનો પત્ર શેર કર્યો અને તેને સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો.

તેણે લખ્યું કે તે ખુશ છે કે 'મેકર્સે તેમની ભૂલ સ્વીકારી લીધી'. નાયરે આગળ લખ્યું, 'કૃપા કરીને નોંધ લો કે અમે ક્યારેય કોઈ ફિલ્મની ક્રિએટીવ ફ્રીડમમાં દખલ નથી કર્યું. પરંતુ હિંદુઓનું અપમાન અને મશ્કરી સહન કરવામાં આવશે નહીં.


Google NewsGoogle News