નેટફ્લિક્સએ તૃપ્તિ ડિમરીની ફિલ્મ અફઘાન સ્નો અટકાવી દીધી
- ફિલ્મમાં વિજય વર્મા તૃપ્તિનો સહકલાકાર
- તૃપ્તિના એક્સ બોયફ્રેન્ડ કર્નેશ શર્મા પાસેથી ફિલ્મનું સુકાન આંચકી લેવાયું
મુંબઇ : નેટફ્લિક્સ એ હાલમાં પોતાની આ વર્ષે રીલિઝ થનારી નવી ફિલ્મો તથા શોની યાદી જાહેર કરી છે પરંતુ તેમાં તૃપ્તિ ડિમરી તથા વિજય વર્માની ફિલ્મ 'અફઘાન સ્નો' વિશે કોઈ જાહેરાત થઈ નથી.
કહેવાય છે કે આ ફિલ્મના સર્જક તથા તૃપ્તિના ભૂતપૂર્વ બોયફ્રેન્ડ કર્નેશ શર્મા અને નેટફ્લિક્સ વચ્ચેની ભાગીદારીનો અંત આવ્યા બાદ નેટફ્લિક્સએ આ ફિલ્મનું સુકાન પોતાના હાથમા ંલઈ લીધું છે. હવે ફિલ્મમાં સંખ્યાબંધ ફેરફારો કરવામાં આવશે.
અનુષ્કા શર્માનો ભાઈ કર્નેશ ક્લિન સ્લેટ ફિલ્મ્સના નેજા હેઠળ આ પ્રોજેક્ટ હાથ ધરી રહ્યો હતો. અગાઉ કર્નેશે આ જ બેનર હેઠળ તૃપ્તિને લઈ 'કલા' તથા 'બુલબુલ' જેવી યાદગાર ફિલ્મો બનાવી હતી અને જેના કારણે તૃપ્તિને એક એક્ટ્રેસ તરીકે એસ્ટાબ્લીશ થઈ હતી. આ ફિલ્મોનાં સર્જન વખતે તૃપ્તિ અને કર્નેશ રિલેશનશિપમાં હતાં. જોકે, બાદમાં તેમનું બ્રેક અપ થયું હતું. હવે તૃપ્તિ સામ મર્ચન્ટ નામના બિઝનેસમેન સાથે રિલેશનશિપમાં છે.