Get The App

આરાધ્યાના બર્થ ડેએ ઐશ્વર્યા કે અભિષેક કોઈએ પોસ્ટ ન કરી

Updated: Nov 19th, 2024


Google News
Google News
આરાધ્યાના બર્થ ડેએ ઐશ્વર્યા કે અભિષેક કોઈએ પોસ્ટ ન કરી 1 - image


- બંનેના ચાહકો ભારે નાસીપાસ

- સમગ્ર પરિવારમાંથી માત્ર અમિતાભે એક ફેનએ કરેલી પોસ્ટને શેર કરી

મુંબઇ : અભિષેક બચ્ચન અને ઐશ્વર્યા રાય છૂટાછેડા લઈ રહ્યા હોવાની અટકળો વચ્ચે આ વખતે આરાધ્યા બચ્ચનના જન્મદિવસે બંનેમાંથી એકેયએ કોઈ સોશિયલ મીડિયા પોસ્ટ કરી ન હતી. દીકરીના જન્મ દિવસ જેવો પ્રસંગ પણ બંને ચૂકી જતાં તેમના ચાહકો ભારે નાસીપાસ થઈ ગયા છે. 

આરાધ્યાનો જન્મ દિવસ તા. ૧૬મી નવેમ્બરે હતો. તે ૧૪ વર્ષની થઈ ગઈ છે. ટીનેજર તરીકે આરાધ્યાનો લૂક બદલાઈ ચૂક્યો છે. 

આ વખતે સમગ્ર બચ્ચન પરિવારમાંથી કોઈએ પણ આરાધ્યાને બર્થ ડે વિશ માટે સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ મૂકી ન હતી. કેવળ અમિતાભે અભિષેકના એક ફેન એકાઉન્ટ પરથી થયેલી શુભેચ્છા પોસ્ટને શેર જ કરી હતી. 

ભૂતકાળમાં ઐશ્વર્યા, અભિષેક, અમિતાભ સૌ આરાધ્યાના જન્મદિવસે અલાયદી પોસ્ટ મૂકતા હતા. 

આ વખતે અભિષેકે ઐશ્વર્યાના  જન્મદિવસે પણ સોશિયલ મીડિયા પર કોઈ પોસ્ટ મૂકી ન હતી. 

લાંબા સમયથી એવી  ચર્ચા ચાલે છે કે અભિષેક અને ઐશ્વર્યા હાલ અલગ અલગ રહે છે. અભિષેક અને 'દસવી' ફિલ્મની તેની કો સ્ટાર નિમ્રત કૌર  વચ્ચે અફેર ચાલતું હોવાનું પણ કહેવાય છે. 

જોકે, બચ્ચન પરિવારમાંથી કોઈએ પણ આ અફવાઓ અંગે કોઈ જાતનો ખુલાસો હજુ સુધી કર્યો નથી. 

Tags :
Aishwarya-RaiAbhishek-BachchanAaradhyas-Birthday

Google News
Google News