નેહા શર્મા ફૂટબોલર પીટર સ્લિકોવિક સાથે દેખાઈ
- બંને વચ્ચે લાંબા સમયથી ડેટિંગ ચાલતું હોવાની ચર્ચા
- મૂળ બોસ્નિયાના પીટર સાથે નેહા રિલેશનશિપ ઓફિશિયલ કરે તેની ચાહકોને રાહ
મુંબઈ : એકટ્રેસ નેહા શર્મા તાજેતરમાં મૂળ બોસ્નિયાના ફૂટબોલર પીટર સ્લિકોવિક સાથે જોવા મળી હતી. તે પરથી બંને વચ્ચે ડેટિંગ ચાલતું હોવાની અટકળોને જોર મળ્યું છે. જોકે, નેહાએ હજુ સુધી આ અંગે સ્પષ્ટ કશું કહ્યું નથી.
જોકે, નેહા અને પીટર બંને જે રીતે મુંબઈમાં હાથમાં હાથ પરોવીને ચાલી રહ્યાં હતાં તે પરથી બંને રિલેશનશિપમાં હોવાનું કન્ફર્મ મનાય છે. હવે ચાહકો નેહા આ રિલેશનશિપને ઓફિશિયલ કરે તેની રાહ જોઈ રહ્યા છે. ૩૩ વર્ષનો પીટર મૂળ બોસ્નિયાનો છે ે પરંતુ તે દેશ વિદેશની અનેક લીગમાં રમી ચૂક્યો છે. તાજેતરમાં તેણે ઈન્ડિયન સુપર લીગમાં પણ ચેન્નઈયન એફસી તથા જમશેદપુર એફસી વતી રમીને ભારતીય ખેલપ્રેમીઓમાં ચાહના મેળવી હતી.