નીતુ કપૂરે પોતાની વેડિંગ એનિવર્સરી પર ઋષિ કપૂરને યાદ કર્યા, શેર કરી આ ખાસ તસવીર
મુંબઈ, તા. 22 જાન્યુઆરી 2023 રવિવાર
દિગ્ગજ એક્ટર ઋષિ કપૂર ભલે આ દુનિયામાં નથી પરંતુ તેઓ આજે પણ પોતાના પરિવાર અને ચાહકોના દિલમાં જીવિત છે. આજે નીતૂ કપૂરે 43મી વેડિંગ એનિવર્સરી પર પોતાના દિવંગત પતિ ઋષિ કપૂરને યાદ કર્યા છે. આ ખાસ અવસરે તેમણે એક અનસીન ફોટો પોસ્ટ કર્યો છે. જેમાં સમગ્ર પરિવાર જોવા મળી રહ્યો છે. ચાહકો આ તસવીરને ખૂબ પસંદ કરી રહ્યા છે.
તસવીરમાં રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂરના બાળપણની ઝલક જોવા મળી રહી છે. નીતુ કપૂરે તસવીર શેર કરતા લખ્યુ, સમય ઝડપથી વીતી જાય છે, માત્ર યાદો રહી જાય છે. આ પોસ્ટ પર ચાહકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.
તસવીરમાં નીતુ કપૂર વ્હાઈટ ટી-શર્ટ અને બ્લૂ શોર્ટ્સમાં જોવા મળી રહ્યા છે. તેમણે ટોપી પહેરી છે. ઋષિ કપૂર ગ્રાફિટ ટી-શર્ટમાં જોવા મળી રહ્યા છે. રણબીર કપૂર અને રિદ્ધિમા કપૂર કેઝ્યુઅલ આઉટફિટમાં જોવા મળી રહ્યા છે અને બંનેએ ટોપી પહેરી છે. કેમેરા સામે સમગ્ર પરિવાર સ્માઈલ કરતા પોઝ આપી રહ્યો છે. રિદ્ધિમા કપૂરે માતા નીતુ કપૂરની પોસ્ટ પર હાર્ટ ઈમોજી શેર કર્યુ છે.
નીતુ કપૂર અને ઋષિ કપૂરે 22 જાન્યુઆરી 1980એ લગ્ન કર્યા હતા. સપ્ટેમ્બર 1980માં રિદ્ધિમા કપૂરનો જન્મ થયો હતો. બે વર્ષ બાદ નીતુ કપૂરે રણબીર કપૂરને જન્મ આપ્યો હતો. ઋષિ અને નીતૂ વર્ષ 1974માં પહેલીવાર ફિલ્મ 'ઝહરીલા ઈંસાન'માં કામ કર્યુ હતુ. તે સમયે નીતુ કપૂર લગભગ 16 વર્ષના હતા અને ઋષિ કપૂર 22 વર્ષના હતા. ઉલ્લેખનીય છે કે ઋષિ કપૂરે કોરોના કાળમાં 30 એપ્રિલ, 2020એ આ દુનિયાને અલવિદા કહી દીધુ હતુ. તેમના નિધનથી બોલીવુડ ઈન્ડસ્ટ્રીમાં શોક છવાઈ ગયો હતો.