Get The App

જાણીતી અભિનેત્રીએ પતિથી છુટાછેડા અંગે તોડ્યું મૌન, કહ્યું - દીકરીને પણ ગૂગલ દ્વારા જાણ થઈ

Updated: Oct 20th, 2024


Google NewsGoogle News
જાણીતી અભિનેત્રીએ પતિથી છુટાછેડા અંગે તોડ્યું મૌન, કહ્યું - દીકરીને પણ ગૂગલ દ્વારા જાણ થઈ 1 - image


Neelam kothari : 'ફેબ્યુલસ લાઇવ્સ વિ બૉલીવુડ વાઇવ્સ' તેની ત્રીજી સીઝન સાથે પરત ફરી છે, જેમાં દિલ્હીના નવા ચહેરાઓ પણ જોવા મળે છે. રણબીર કપૂરની બહેન રિદ્ધિમા કપૂર સાહની, શાલિની પાસી અને કલ્યાણી સાહા ચાવલા મુંબઈ છે, જે મુંબઈના ક્રૂ, મહિપ કપૂર, સીમા સજદેહ, ભાવના પાંડે અને નીલમ કોઠારી સાથે જોવા મળી રહ્યા છે. આ દરમિયાન બોલિવૂડની સૌથી લોકપ્રિય અને સુંદર અભિનેત્રીઓમાંની એક નીલમે તેના પહેલા પતિ સાથે છૂટાછેડા લેવાનું કારણ જણાવતાં ચોંકાવનારો ખુલાસો કર્યો છે. આ કારણથી હાલમાં તે દરેક જગ્યાએ ચર્ચામાં જોવા મળે છે. 

આ પણ વાંચો : રણબીર કપૂર અને આલિયા ભટ્ટના કૃષ્ણા- રાજ બંગલાનું ફર્સ્ટ લૂક જાહેર

છૂટાછેડા પર પહેલીવાર મૌન તોડ્યું

નીલમ કોઠારી જેમણે સમીર સોની સાથે બીજા લગ્ન કર્યા છે. તેમણે પહેલીવાર ઋષિ સેઠિયા સાથેના છૂટાછેડા વિશે વાત કરી છે. એકતા કપૂર સાથે વાત કરતાં તેમણે એ ક્ષણને યાદ કરી, જ્યારે તેની દિકરી આહાનાએ ગૂગલ દ્વારા ખબર પડી કે તેમના છૂટાછેડા થઈ ગયા છે. એ પછી તે બરબાદ થઈ ગઈ હતી. તેમણે કહ્યું, 'હું કામ પરથી આવી ત્યારે આહાના તેની  ફેન્ડો સાથે હતી. સામાન્ય રીતે તેઓ આસપાસ કૂદકા મારવા, ચીસો પાડતી રહેતી હોય છે. પરંતુ એક દિવસ જ્યારે હું ઘરે આવી ત્યારે એકદમ સન્નાટો હતો. અને આહાના મારી પાસે આવી અને પૂછ્યું, મા તેં મને ક્યારેય ના કહ્યું કે તારા છૂટાછેડા થઈ ગયા છે.'

ગૂગલ પર અપડેટ જોઈને દીકરી ચોંકી ઉઠી

અભિનેત્રીએ વાત કરતાં કહ્યું કે, 'હું આ સાંભળીને ચોંકી ગઈ હતી, તેને જવાબ આપવા માટે મારી પાસે કોઈ શબ્દો નહોતા. મેં આહાનાને પૂછ્યું તને કેવી રીતે ખબર પડી? તો તેણે કહ્યું, 'ના, તમે સેલિબ્રિટી છો, અને મારા મિત્રો અને હું તમારા વિશે ગૂગલ પર સર્ચ કરી રહ્યા હતા ત્યારે તમારા વિશે પહેલી વાત એ આવી કે તમે છૂટાછેડા લીધા છે, પરંતુ તમે પરિણીત છો.' ત્યારે સૌથી પહેલા મારા મગજમાં પહેલી વાત એ આવી કે, હું નથી ઈચ્છતી કે મારી દીકરીને આ વિશે ખબર પડે. આ સિવાય નીલમ રડતી અને તેના છૂટાછેડા વિશે વાત કરતી જોવા મળી હતી.

આ પણ વાંચો : દિલ્હીમાં બે જૂથ વચ્ચે બબાલ! 60થી વધુ રાઉન્ડ ફાયરિંગ, બાલ્કનીમાં ઊભેલી છોકરીને વાગી ગોળી

દારૂના કારણે થયા હતા છૂટાછેડા 

નીલમે છૂટાછેડા અંગે વધુ વાત કરતાં કહ્યું કે, લગ્ન પછી તે નવા દેશમાં રહેવા ગઈ હતી. 'મને ભારતીય કપડાં પહેરવા, માંસાહારી ખોરાક છોડી દો અને દારૂ ન પીવા માટે કહેવામાં આવતું હતું. મને આ દરેક બાબતમાં કોઈ પ્રોબલેમ નહોતો. મારા હિસાબે લોકો તેમના નામ પણ બદલી નાખે છે, પરંતુ તમારી ઓળખ બદલવી, એ એક એવી બાબત છે જેની સાથે હું સહમત નહોતી. હું એક મુકામ પર પહોંચી હતી, જ્યાં મેં મારી જાતને પૂછ્યું કે, હું આ કેવી રીતે કરી શકું? હું સુપરમાર્કેટમાં હોઉં અથવા લંચ માટે બહાર હોઉં અને કોઈ મારી પાસે આવીને પૂછે, શું તમે અભિનેત્રી નીલમ છો? મારે ના પાડવી પડતી હતી. તેથી જ મારે છૂટાછેડા લેવા પડ્યા, હું આટલી પાબંદી સાથે ન જીવી શકું.'


Google NewsGoogle News