ડ્રગ્સ કેસમાં શાહરુખના દીકરાની ધરપકડ કરનાર NCB ઓફિસરની રાજકારણમાં એન્ટ્રી! કયા પક્ષમાં જોડાશે?
NCB officer Sameer Wankhede Join Shiv Sena Shinde: બોલિવૂડ કિંગ શાહરૂખ ખાનના પુત્રની ધરપકડ કરીને લાઈમલાઈટમાં આવેલા NCB ઓફિસર સમીર વાનખેડે ફરી એકવાર ચર્ચામાં છે. સૂત્રોનું માનીએ તો તે NCBની નોકરી છોડીને રાજકારણમાં એન્ટ્રી કરવાની તૈયારીમાં છે. તે શિવસેના શિંદે જૂથમાં જોડાયા હોવાની ચર્ચા છે.
ક્યાંથી લડી શકે છે ચૂંટણી?
સમીર વાનખેડે આગામી મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી દરમિયાન મુંબઈની ધારાવી બેઠક પરથી ચૂંટણી લડી શકે છે. સમીર વાનખેડે 2008 બેચના IRS ઓફિસર છે. 2021માં તેમણે મુંબઈના NCB ઝોનલ ડિરેક્ટર તરીકેનો કાર્યભાર સંભાળ્યો હતો.
સમીર વાનખેડે કેમ ચર્ચામાં આવ્યા હતા?
ગયા વર્ષે જયારે ફિલ્મ અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનની ગોવામાં એક ક્રૂઝમાંથી ધરપકડ કરવામાં આવી હતી ત્યારે સમીર વાનખેડે ચર્ચામાં આવ્યા હતા. આર્યન ખાન પર ક્રૂઝ પાર્ટીમાં ડ્રગ્સ લેવાનો આરોપ હતો. જો કે થોડા દિવસો બાદ કોર્ટે આર્યનને નિર્દોષ જાહેર કર્યો હતો. આ કેસમાં સમીર વાનખેડે સામે ભ્રષ્ટાચાર સંબંધિત આક્ષેપો પણ કરવામાં આવ્યા હતા. આ પછી તેની સામે ખાતાકીય તપાસ પણ હાથ ધરવામાં આવી હતી.