નયનતારાને પતિએ સાડા ત્રણ કરોડની મર્સિડિઝની બર્થ ડે ગિફ્ટ આપી

Updated: Dec 1st, 2023


Google NewsGoogle News
નયનતારાને પતિએ સાડા ત્રણ કરોડની મર્સિડિઝની બર્થ ડે ગિફ્ટ આપી 1 - image


- પતિનો ભેટ બદલ આભાર માન્યો

- 39મા જન્મદિને પતિ વિધ્નેશ સિવાને સરપ્રાઈઝ ગિફ્ટ આપીઃ ફોટા શેર કર્યા

મુંબઇ : સાઉથની સુપરસ્ટાર નયનતારાને તેના  પતિ અને દિગ્દર્શક વિગ્નેશ શિવને અભિનેત્રીને બ્રાન્ડ ન્યુ મર્સિડિઝ ગાડી   બર્થ ડે ગિફ્ટ તરીકે આપી છે. આ કારની કિંમત આશરે ૩.૪૦ કરોડ અંદાજવામાં આવે છે. નયનતારાએ સોશિયલ મીડિયા પર કારની તસવીરો શેર કરવા સાથે આ સરપ્રાઈઝ ગિફ્ટ માટે પતિનો ખાસ આભાર પણ માન્યો હતો. 

નયનતારાનો જન્મદિવસ ગઈ તા. ૧૮મી નવેમ્બરે હતો. જોકે, તેની જન્મદિન  ઉજવણીના કોઈ ફોટા તત્કાળ જોવા મળ્યા ન હતા. 

બાદમાં, ૨૯મી નવેમ્બરના રોજ નયનાતારાએ  સોશિયલ મીડિયા  પરપોતાની નવી નકોર મર્સિડિઝ મેબેચ કારની તસવીર મુકી હતી. તેણે પતિ વિગ્નેશનો આ ભેટ બદલ આભાર માન્યો હતો. 

અભિનેભીએ  તસવીરો શેર કરીને લખ્યું હતું કે, વેલકમ હોમ યુ બ્યુટી.માય ડિયર હસબન્ડ, આવી સુંદર ભેટ આપવા બદલ હું તારો આભાર માનું છું. સાથે તેણે હાર્ટનું ઇમોજી પણ મુક્યું છે. 

નયનતારા આ કાર સ્વીકારતી હોય તેવો વીડિયો પણ વાયરલ થયો છે. 

નયનતારા અને વિગ્નેશે બં જોડીયાં સંતાનોના માતાપિતા છે. નયનતારાએ સરોગેસીથી આ બે બાળકની માતા બની છે. 


Google NewsGoogle News