Get The App

યશની ટોક્સિકમાં નયનતારાની એન્ટ્રી આખરે કન્ફર્મ થઈ

Updated: Jan 25th, 2025


Google NewsGoogle News
યશની ટોક્સિકમાં નયનતારાની એન્ટ્રી આખરે કન્ફર્મ થઈ 1 - image


- સહ કલાકાર અક્ષય ઓબેરોયે પુષ્ટિ કરી

- જોકે હજુ ફિલ્મના નિર્માતાઓ તરફથી આ અંગે સત્તાવાર ઘોષણા બાકી 

મુંબઇ : નયનતારા અને યશ ફિલ્મ  'ટોક્સિક'માં સાથે આવી રહ્યાં હોવાનું આખરે કન્ફર્મ થયું છે. નિર્માતાઓએ આ અંગે  કોઈ સત્તાવાર  ઘોષણા કરી નથી. પરંતુ, ફિલ્મમાં કામ કરી રહેલા અક્ષય ઓબેરોયે જણાવ્યું હતુ ંકે, હાલ હું યશ સાથે ફિલ્મ 'ટોક્સિક'નું શૂટિંગ કરી રહ્યો છુુ અને નયનતારા પણ આ ફિલ્મનો હિસ્સો છે. 

'ટોક્સિક'માં કિયારા અડવાણી, તારા સુતરિયા અને શ્રુતિ હાસન પણ  મહત્વની  ભૂમિકામાં જોવા મળવાના છે.  ગોવાના ડ્રગના વ્યાપાર પર આધારિત ફિલ્મમાં એક ગેંગસ્ટરની વાર્તા છે. 

ફિલ્મ આ વર્ષના અંત સુધીમાં રજૂ થવાની ધારણા છે.


Google NewsGoogle News