નયનતારા, માધવનની ટેસ્ટ ફિલ્મ સીધી ઓટીટી પર આવશે
- કલાકારોની સોશિયલ મીડિયા પોસ્ટ પરથી અટકળ
- ક્રિકેટ પરની ફિલ્મ સીધી ઓટીટી પર આવશે કે થિયેટરમાં તે અંગે અનિશ્ચિતતા સર્જાઈ હતી
મુંબઈ: નયનતારા, માધવન અને સિદ્ધાર્થની ક્રિકેટ પરની ફિલ્મ 'ટેસ્ટ' સીધી ઓટીટી પર આવશે એ લગભગ નક્કી થઈ ગયું છે.
ફિલ્મના ત્રણેય મુખ્ય કલાકારોએ પોતપોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ ફિલ્મ ઓટીટી પ્લેટફોર્મ પર આવી રહી હોવાનો સંકેત આપ્યો છે. આ ફિલ્મ થિયેટરમાં રીલિઝ થવાની છે કે સીધી ઓટીટી પર આવશે તે અંગે કેટલાક સમયથી અનિશ્ચિતતા સર્જાઈ હતી.
મૂળ તામિલ ફિલ્મ 'ટેસ્ટ' એસ. શશીકાંતની ડાયરેક્ટર તરીકે પહેલી ફિલ્મ છે.