Get The App

બે વર્ષ સુધી રીલીઝ ન થવા દીધી ડોક્યુમેન્ટ્રી, માંગ્યા 10 કરોડ: સાઉથના સુપરસ્ટાર વિરુદ્ધ નયનતારાનો ઓપન લેટર

Updated: Nov 16th, 2024


Google NewsGoogle News
Nayanthara Slams Dhanush


Nayanthara Slams Dhanush: સાઉથના બે સુપરસ્ટાર નયનતારા અને ધનુષ ચર્ચામાં આવ્યા છે. આ વખતે બંને કોઈ ફિલ્મ માટે નહીં પરંતુ તેમના પરસ્પર અણબનાવને કારણે હેડલાઈન્સમાં છે. આ બધું ત્યારે સામે આવ્યું જ્યારે નયનતારાની ડોક્યુમેન્ટરી સીરિઝ 'નયનતારાઃ બિયોન્ડ ધ ફેરી ટેલ'ના નિર્માતાઓએ તેની રીલીઝ પહેલા ધનુષ તરફથી 10 કરોડ રૂપિયાના કોપીરાઈટ ક્લેમનો સામનો કરવો પડ્યો. 

મ્યુઝિકના કારણે અટકી ડોક્યુમેન્ટરી રીલીઝ

સાઉથની લેડી સુપરસ્ટાર કહેવાતી અભિનેત્રી નયનતારાએ પોતાના જીવનના અજાણ્યા પાસાને લઈને એક ડોક્યુમેન્ટરી ફિલ્મ 'નયનતારા બિયોન્ડ ધ ફેરીટેલ' બનાવી છે. જે ટૂંક સમયમાં જ ઓટીટી પર રીલીઝ થવા જઈ રહી છે. આ ફિલ્મનું ટ્રેલર થોડા દિવસ પહેલા જ રીલીઝ થયું હતું. નિર્માતાઓએ ટ્રેલરમાં તમિલ ફિલ્મ 'નાનુમ રાઉડી ધાન'ના મ્યુઝિકનો ઉપયોગ કર્યો હતો, જેના કારણે સમસ્યા સર્જાઈ હતી. 

નયનતારાએ ધનુષને લખ્યો પત્ર

ફિલ્મ 'નાનુમ રાઉડી ધન' વર્ષ 2015માં રીલીઝ થઈ હતી. આમાં નયનતારાએ વિજય સેતુપતિ સાથે કામ કર્યું હતું અને આ ફિલ્મનો પ્રોડ્યુસર ધનુષ હતો. આથી 'નાનુમ રાઉડી ધાન'ના ગીત અને કેટલાક સીન્સનો નયનતારાની ડોકયુમેન્ટરીમાં ઉપયોગ કરવા બદલ લીગલ નોટીસ મોકલી છે. આ બાબતની જાણકારી નયનતારા એ પોતાના શોશિયલ મીડિયા દ્વારા આપી હતી. 

ધનુષે નયનતારાને કાનૂની નોટિસ મોકલી 

આ પત્રમાં નયનતારાએ જણાવ્યું કે કેવી રીતે તમામ મુશ્કેલીઓને પાર કર્યા બાદ તેણે પોતાના પાર્ટનર અને ટીમ સાથે મળીને આ ડોક્યુમેન્ટરી તૈયાર કરી છે. નયનતારાએ કહ્યું કે હું ઘણા સમયથી ધનુષ પાસેથી 'નાનુમ રાઉડી ધાન'ના ગીતો અને ગીતોના શબ્દોનો ઉપયોગ કરવા માટે પરવાનગી માંગી રહી હતી, પરંતુ ધનુષે આ માટે ના પાડી દીધી હતી, જેનાથી મને દુઃખ થયું હતું. આગળ, નયનતારાએ જણાવ્યું કે ડોકયુમેન્ટરીના ટ્રેલરમાં 'નાનુમ રાઉડી ધાન'ના ત્રણ સેકન્ડના ગીત અને વિઝ્યુઅલનો ઉપયોગ કરવા બદલ મને ધનુષની ટીમ તરફથી કાનૂની નોટિસ મળી હતી, જે મારા માટે ખૂબ જ આઘાતજનક હતું.

3 સેકન્ડની વીડિયો ક્લિપના કારણે અટકી રીલીઝ

અભિનેત્રીએ તેના આ પત્રમાં લખ્યું, 'અમે તે લાઈનો વાંચીને ચોંકી ગયા જ્યાં તમે કેટલાક વીડિયો (3 સેકન્ડના)ના ઉપયોગ પર સવાલ ઉઠાવ્યા હતા. જે વીડિયો અમારા અંગત ડિવાઈસ પર શૂટ કરવામાં આવ્યા હતા અને BTS વિઝ્યુઅલ હતા, તે સોશિયલ મીડિયા પર પહેલાથી જ લોકોમાં ઉપલબ્ધ છે. તમે માત્ર 3 સેકન્ડના તે વીડિયો માટે 10 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ બતાવે છે કે તમારું પાત્ર કેવું છે. કાશ તમે જેવા છો તેવા જ ઑડિયો લૉન્ચ વખતે તમારા ફેન્સ સમક્ષ બની બતાવો. તમે જે કહો છો તેનું તેઓ પોતે જ પાલન કરતા નથી. ઓછામાં ઓછું મારા અને મારા જીવનસાથી માટે નહીં.

આ પણ વાંચો: જિંદગીનો ભરોસો નથી, કદાચ કાલે જ મરી જઉં: રિટાયરમેન્ટને લઈને આમિર ખાને કહી મોટી વાત

પ્રોજેક્ટ્સ પર સખત મહેનત કરનારા દરેકને આ બાબત અસર કરે છે 

અભિનેત્રીએ આગળ લખ્યું, 'માત્ર હું જ નહીં મારા ઘણા ફેન્સ અને શુભેચ્છકો પણ મારી ડોક્યુમેન્ટરીના રીલીઝની રાહ જોઈ રહ્યા છે. સહયોગીઓ અને ફિલ્મ મિત્રોના યોગદાનથી અમે દરેક મુશ્કેલીનો સામનો કરીને આ ફિલ્મ તૈયાર કરી છે. આ ફિલ્મના બદલામાં તમે અમને જે ધિક્કાર આપી રહ્યા છો તે માત્ર મને અને મારા જીવનસાથીને જ નહીં, પરંતુ આ પ્રોજેક્ટ્સ પર સખત મહેનત કરનારા દરેકને અસર કરે છે.'

18 નવેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે

નયનતારાએ એવો પણ દાવો કર્યો છે કે છેલ્લા બે વર્ષથી હું અને મારી ટીમ અમારી ડોક્યુમેન્ટરી માટે ધનુષ પાસેથી એનઓસી (નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ) મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. જ્યારે મને ધનુષ તરફથી નકારાત્મક જવાબ મળ્યો તો મેં આ મામલો છોડી દેવાનું વધુ સારું માન્યું. આવી સ્થિતિમાં, અમે ડોક્યુમેન્ટરીને ફરીથી એડિટ કરી અને નવું વર્ઝન રીલીઝ કરવાનું નક્કી કર્યું. નયનતારાના જીવન પર આધારિત ડોક્યુમેન્ટરી ફિલ્મ 18 નવેમ્બરે ઓટીટી પ્લેટફોર્મ પર સ્ટ્રીમ થશે. 

બે વર્ષ સુધી રીલીઝ ન થવા દીધી ડોક્યુમેન્ટ્રી, માંગ્યા 10 કરોડ: સાઉથના સુપરસ્ટાર વિરુદ્ધ નયનતારાનો ઓપન લેટર 2 - image


Google NewsGoogle News