આયુષમાનની હોરર ફિલ્મમાં વિલન તરીકે નવાઝુદ્દિન
- સનકી અને હિંસક વિલન બનશે
- આવતા એક બે મહિનામાં શૂટિંગ શરુ થશે, પહેલીવાર આયુષમાન સાથે રશ્મિકાની જોડી હશે
મુંબઇ : આયુષમાન ખુરાના તથા રશ્મિકા મંદાનાની આગામી હોરર ફિલ્મમાં નવાઝુદ્દિન સિદ્દિકી વિલનની ભૂમિકામાં જોવા મળશે.
'થામ્બા' ટાઈટલ ધરાવતી ફિલ્મમાં સિદ્દિકીના પાત્રને બહુ જ સનકી અને હિંસક બતાવાશે તેનું કનેક્શન પ્રાચીન વિજયનગર એમ્પાયર સાથે હશે. તે બદલો લેવા માટે વર્તમાનમાં ફરી પરત ફરે છે અને બે મુખ્ય પાત્રો પર અંકુશ જમાવે છે તેવી વાર્તા હશે તેમ કહેવાય છે.
આ હોરર-કોમેડી ફિલ્મનું નિર્માણ નવેમ્બરના અંતમાં અથવા તો ડિસેમ્બરની શરૂઆતમાં થવાની શક્યતા છે. આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાનાની જોડી પહેલીવાર સાથે દેખાશે.