કંગનાએ બનાવેલી ફિલ્મમાં નવાઝની લિપ કિસથી ચકચાર
- 27 વર્ષ નાની અવનિત સાથે કિસિંગ સીન
- અન્યોને સંસ્કાર અને સંસ્કૃતિના પાઠ ભણાવતી કંગના પોતે બોલ્ડ સીનના સહારે એવી ટીકા
મુંબઇ : કંગના રણૌતે પ્રોડયૂસર તરીકે બનાવેલી ફિલ્મ 'ટિકુ વેડ્સ શેરુ'માં નવાઝુદ્દિન સિદ્દિકીના લીપ કિસના સીનથી ભારે ચકચાર મચી ગઈ છે. કંગના પોતે સંસ્કાર અને સંસ્કૃતિની વાતો કર્યા કરતી હોય છે પરંતુ તેની ફિલ્મમાં આવાં બોલ્ડ દૃશ્યોની ભરમાર હોવા મુદ્દે નેટ યૂઝર્સ દ્વારા તેની ઝાટકણી કાઢવામાં આવી છે.
ફિલ્મના ટ્રેલરમાં જોવા મળે છે કે, નવાઝુદ્દીન પોતાના કરતાં ૨૭ વરસ નાની અભિનેત્રી અવનિત કૌરના હોઠ પર ચુંબન ચોડી રહ્યો છે. લોકોએ આ મુદ્દે નવાઝની પણ ઝાટકણી કાઢી છે કે એક તરફ તે મેઈન સ્ટ્રીમના કલાકારોને વખોડતો હોય છે પરંતુ તે બીજી તરફ બધા કર્મશિયલ સ્ટાર્સની જ નકલ કરી રહ્યો છે.
લોકોએ ટીકા કરી છે કે કંગનાને ખ્યાલ આવી ગયો છે કે સંસ્કૃતિ રક્ષણની વાતો સોશિયલ મીડિયા પર ચાલે છે પરંતુ ફિલ્મ બોક્સ ઓફિસ પર ચલાવવી હોય તો બોલીવૂડના એ જ સર્જકોેને અનુસરવું પડે જેમની વિરુદ્ધ તે પોતે નિવેદનો કરતી હોય છે.