નવ્યાએ કાકી આલિયાને વખાણી પણ મામી ઐશ્વર્યાને અવગણતાં ટ્રોલ થઈ
- પેરિસ ફેશન વીકમાં આલિયાના ડેબ્યુનાં વખાણ કર્યાં
- નવ્યાને પણ માતા શ્વેતાની જેમ ઐશ્વર્યા સાથે અણબનાવ હોવાની નેટ યૂઝર્સની કોમેન્ટ
મુંબઈ : અમિતાભ બચ્ચનની દૌહિત્રી નવ્યા નંદાએ પેરિસ ફેશન વીકમાં હાજરી માટે કાકી આલિયા ભટ્ટને વખાણી હતી પરંતુ મામી ઐશ્વર્યા રાયની સદંતર અવગણના કરતાં તે ભારે ટ્રોલ થઈ છે.
ઉલ્લેખનીય છે કે નવ્યાના પિતા નિખિલ નંદા અને રણબીર કપૂર પિતરાઈઓ થાય છે. એ નાતે આલિયા સગપણમાં નવ્યાની કાકી છે.
પેરિસ ફેશન વીકમાં આલિયા ભટ્ટે ડેબ્યૂ કર્યું હતું. તેની પોસ્ટને નવ્યા નંદાએ વખાણી હતી. જોકે, આ જ ફેશન વીકમાં ઐશ્વર્યા પણ પહોંચી હોવા છતાં નંદાએ તેનો ક્યાંય ઉલ્લેખ કરવાનું પણ ટાળ્યું હતું. ચકોર નેટ યૂઝર્સએ તરત જ આ પક્ષપાતની નોંધ લીધી હતી. નેટ યૂઝર્સ દ્વારા જણાવાયું હતું કે નવ્યાને પણ તેની માતા શ્વેતા જેમ ઐશ્વર્યા સાથે અણબનાવ હોય તેમ લાગે છે. કેટલાકે લખ્યું હતું કે નવ્યાને જાણ હતી કે તે આલિયાનો ઉલ્લેખ કરશે પરંતુ ઐશ્વર્યાને ટાળશે તો તેનાથી પબ્લિસિટી મળશે.