Get The App

નવ્યા નંદા બોયફ્રેન્ડ સિદ્ધાંતની આગામી ફિલ્મ પર ઓળઘોળ

Updated: Nov 30th, 2023


Google NewsGoogle News
નવ્યા નંદા બોયફ્રેન્ડ સિદ્ધાંતની આગામી ફિલ્મ પર ઓળઘોળ 1 - image


- ફરી બંનેનું રોમાન્ટિક ચેટિંગ

- નવ્યાએ શુભેચ્છા પાઠવી તો સિદ્ધાંતે હાર્ટ ઈમોજી મૂકી પોતાની લાગણી દર્શાવી

મુંબઇ : અમિતાભ બચ્ચનની દોહિત્રી નવ્યા નવેલી નંદા અને સિદ્ધાંત ચતુર્વેદીના ગાઢ સંબંધોની ચોમેર ચર્ચા થઈ રહ છે.  તેવામાં નવ્યાએ હાલ સિદ્ધાંતને સોશયલ મીડિયા પર તેની આવનારી ફિલ્મ માટે શુભેચ્છા આપી છે. જ્યારે વળતા જવાબમાં સિદ્ધાંતે પણ હાર્ટનું ઇમોજી મુકી તેના મેસેજને સ્વીકાર્યો હતો. આ યુગલનું સોશિયલ મીડિયા પર રોમાન્ટિક ચેટિંગ ચાહકોનું ધ્યાન ખેંચી રહ્યું છે. 

'કહાં ખો ગયે હમ' ફિલ્મમાં નવ્યાનો બોયફ્રેન્ડ સિદ્ધાંતચતુર્વેદી અને નવ્યાની ખાસ બહેનપણી અનન્યા પાંડે કામ કરી રહ્યા છે. નવ્યાએ  ફિલ્મનું પોસ્ટર શેર કર્યુ ંહતું. સાથે તેણે લખ્યુ ંહતુ ંકે, ગુડલક ટુ ડેબ્યુ ડાયરેકટર અર્જુનવરિયન.સિઘ, તેમજ ગેન્ગ, સિદ્ધાંત ચતુર્વેદી, અનન્યા પાંડે અને ગૌરવ આદર્શ. 

સિદ્ધાંતે આ સ્ટોરીને રિપોસ્ટ કરીને  સાથે હાર્ટનું ઇમોજી મુક્યું હતું. 

નવ્યા અને સિદ્ધાંત અનેક પ્રસંગો અને પાર્ટીઓમાં જાહેરમાં દેખાય છે. બંને મોડી રાત સુધી સોશિયલ મીડિયા પર ચેટિંગ કરતાં હોય છે .એકસરખા ફોટા તથા પોસ્ટ કરતાં હોય છે. બંનેનો પ્રેમસંબંધ જગજાહેર છે જોકે, બંનેમાંથી કોઈએ પણ ક્યારેય આ મુદ્દે કોઈ જાહેર એકરારર કર્યો નથી. 

થોડા સમય પહેલાં નવ્યાની માતા શ્વેતા પણ આ યુગલની સોશિયલ મીડિયા પોસ્ટમાં ઈન્ટરેક્ટિંગ કરતી જોવા મળી હતી. તે પરથી મનાય છે કે શ્વેતાએ પણ દીકરીનો આ સંબધ સ્વીકારી લીધો છે. 


Google NewsGoogle News