નવ્યા નંદા બોયફ્રેન્ડની ફિલ્મ જોવા આવી, ફોટોગ્રાફર્સને જોઈ શરમાઈ

Updated: Dec 19th, 2023


Google NewsGoogle News
નવ્યા નંદા બોયફ્રેન્ડની ફિલ્મ જોવા આવી, ફોટોગ્રાફર્સને જોઈ શરમાઈ 1 - image


- સિદ્ધાંત ચતુર્વેદીની ફિલ્મનું સ્ક્રિનિંગ થયું

- અમિતાભની દોહિત્રી અને સિદ્ધાંત ચતુર્વેદીના સંબંધો ફરી ચર્ચામાં આવ્યા

મુંબઇ : નવ્યા નવેલી નંદા બોયફ્રેન્ડ સિદ્ધાત ચતુર્વેદીની ફિલ્મનાં સ્ક્રિનિંગમાં પહોંચી હતી. ત્યાં ફોટોગ્રાફર્સને જોઈ શરમાઈ ગઈ હતી. બોયફ્રેન્ડની ફિલ્મ માટેની તેની ખાસ હાજરી ચર્ચાનો વિષય બની હતી. 

ઝોયા અખ્તરની 'ખો ગયે કહાં હમ ' ફિલ્મ રિલીઝ માટે તૈયાર છે. ફિલ્મના કલાકારોમાં નવ્યા નવેલી નંદાનો બોયફ્રેન્ડ સિદ્ધાંત ચતુર્વેદી તથા તેની ખાસ સહેલી અનન્યા પાંડે નો સમાવેશ થાય છે. તેથી બન્નેનેસપોર્ટ કરવા સ્ક્રીનિંગમાં ગઇ હતી. પાપારાત્ઝીઓએ તેને જોતાં જ તેની તસવીરો  ક્લિક કરી હતી ત્યારે નવ્યા શરમાઇ ગઇ હતી. 

નવ્યા અને સિદ્ધાંતનું ડેટિંગ લાંબા સમયથી ચર્ચાનો વિષય બન્યું છે. બંને સોશિયલ મીડિયા પર એકબીજાને રોમાન્ટિક મેસેજીસ પણ મોકલે છે અને અનેક ઈવેન્ટસમાં પણ સાથે દેખાય છે. 

જોકે, બંનેમાંથી કોઈએ પણ હજુ સુધી આ સંબંધો વિશે કશું જાહેર કર્યું નથી. 


Google NewsGoogle News