Get The App

National Film Awards 2024: ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ સહિત વિજેતાઓને મળ્યો નેશનલ એવૉર્ડ, મિથુન દા થયા ભાવુક

Updated: Oct 8th, 2024


Google NewsGoogle News
National Film Awards 2024: ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ સહિત વિજેતાઓને મળ્યો નેશનલ એવૉર્ડ, મિથુન દા થયા ભાવુક 1 - image


National Film Awards 2024: રાષ્ટ્રીય રાજધાની દિલ્હીમાં રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ દ્વારા આ એવોર્ડ સમારોહમાં વિજેતાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. આ કાર્યક્રમમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ ટેક્નોલોજી (IICT)ના નિર્માણની જાહેરાત કરવામાં આવી હતી. 

રહેમાન, માનસી પારેખ અને મિથુન દાએ મેળવ્યો એવોર્ડ

આ કાર્યક્રમમાં મિથુન ચક્રવર્તી, કરણ જોહર, એઆર રહેમાન, નીના ગુપ્તા સહિત ઘણા સ્ટાર્સે નેશનલ ફિલ્મ એવોર્ડમાં હાજરી આપી છે. ઈજાગ્રસ્ત હાથને કારણે મિથુન પોતાના હાથ પર પટ્ટી બાંધીને સમારોહમાં આવ્યા હતા જેમણે દાદા સાહેબ ફાળકે એવોર્ડ મેળવતી વખતે પોતાના જીવનના સંઘર્ષ અંગે વાતચીત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે કેવી રીતે તેમણે ડાન્સને પોતાની મુખ્ય કળા બનાવીને ફિલ્મોમાં કામ કર્યું અને દેખાવથી ઉપરવટ વધુને વધુ ફિલ્મોમાં કામ કરીને અભિનય ક્ષેત્રમાં કાઠું કાઢ્યું. ગુલમહોરને શ્રેષ્ઠ હિન્દી ફિલ્મનો એવૉર્ડ મળ્યો હતો જે સ્વીકારવા માટે ડાયરેક્ટર અને અભિનેતા રિષભ શેટ્ટી આવ્યા હતા. ફિલ્મ 'પોન્નિયન સેલ્વન 2' ને બેસ્ટ તમિલ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ એવોર્ડ મેળવવા માટે દિગ્દર્શક મણિરત્નમ આવ્યા હતા. વિશાલ ભારદ્વાજને ફિલ્મ 'ફુરસત' માટે શ્રેષ્ઠ મ્યુઝિક ડાયરેક્ટરનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો. એ આર રહેમાનને નેશનલ ફિલ્મ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ તેમનો સાતમો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર છે. 

મિથુન દા થયા ભાવુક 

અભિનેતા મિથુન ચક્રવર્તીએ પત્રકારો સાથે મુલાકાત કરતાં તેમણે કહ્યું હતું કે, 'આ બહુ મોટું સન્માન છે. ભગવાનનો આભાર. મને ગમે તેટલી તકલીફો સહન કરવી પડી, એવું લાગે છે કે ભગવાને મને વ્યાજ સાથે પાછું આપ્યું છે.'

આ વખતે વર્ષ 2022ની ફિલ્મો માટે એવોર્ડ આપવામાં આવ્યા હતા. આ વખતે રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કારમાં પ્રાદેશિક સિનેમાનું પ્રતિનિધિત્વ જોવા મળ્યું હતું. મલયાલમ ફિલ્મ અટ્ટમને બેસ્ટ ફીચર ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો. આ ઉપરાંત સન્માનિત થનાર ફિલ્મો અને કલાકારોની યાદી નીચે મુજબ છે -

દાદાસાહેબ ફાળકે ફિલ્મ પુરસ્કાર - મિથુન ચક્રવર્તી

શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - અટ્ટમ (મલયાલમ)

શ્રેષ્ઠ હિન્દી ફિલ્મ - ગુલમોહર

શ્રેષ્ઠ દિગ્દર્શક - સૂરજ બડજાત્યા (ઉંચાઈ)

શ્રેષ્ઠ સંગીત નિર્દેશક (બેકગ્રાઉન્ડ) - એઆર રહેમાન (પોનીયિન સેલવાન 1)

શ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મ પુરસ્કાર - કંતારા (ઋષભ શેટ્ટી)

રાષ્ટ્રીય, સામાજિક મુદ્દા પર શ્રેષ્ઠ ફીચર ફિલ્મ - કચ્છ એક્સપ્રેસ (ગુજરાતી)

શ્રેષ્ઠ કન્નડ ફિલ્મ - KGF ચેપ્ટર 2

શ્રેષ્ઠ તમિલ ફિલ્મ - પોનીયિન સેલવાન 1

શ્રેષ્ઠ તેલુગુ ફિલ્મ - કાર્તિકેય 2

શ્રેષ્ઠ મરાઠી ફિલ્મ - વલવી

શ્રેષ્ઠ બંગાળી ફિલ્મ - કાબેરી અંતર્ધાન

શ્રેષ્ઠ મલયાલમ ફિલ્મ - સાઉદી વેલાક્કા

શ્રેષ્ઠ આસામી ફિલ્મ - ઈમુથી પુથી

શ્રેષ્ઠ અભિનેતા - ઋષભ શેટ્ટી (કાંતારા)

શ્રેષ્ઠ અભિનેત્રી - નિત્યા મેનન (થિરુચિત્રમ્બલમ), માનસી પારેખ (કચ્છ એક્સપ્રેસ)

સ્પેશિયલ મેન્શન એવોર્ડ - મનોજ બાજપેયી (શ્રેષ્ઠ અભિનેતા - ગુલમોહર)

સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેત્રી - નીના ગુપ્તા (ઉંચાઈ)

સહાયક ભૂમિકામાં શ્રેષ્ઠ અભિનેતા - પવન રાજ મલ્હોત્રા (ફૌજા, હરિયાણવી ફિલ્મ)

શ્રેષ્ઠ ફિલ્મ એનિમેશન-વિઝ્યુઅલ ઇફેક્ટ્સ - બ્રહ્માસ્ત્ર ભાગ 1 (અયાન મુખર્જી)

શ્રેષ્ઠ પ્લેબેક સિંગર (સ્ત્રી) - બોમ્બે જયશ્રી (સાઉદી વેલાક્કા)

બેસ્ટ પ્લેબેક સિંગર (મેલ) - અરિજિત સિંહ (કેસરિયા, બ્રહ્માસ્ત્ર)

શ્રેષ્ઠ સંગીત પુરસ્કાર - પ્રીતમ (બ્રહ્માસ્ત્ર)

શ્રેષ્ઠ ગીતનો એવોર્ડ – નૌશાદ સદર ખાન (ફૌજા-હરિયાણવી મૂવી)

શ્રેષ્ઠ સ્ટંટ કોરિયોગ્રાફી - KGF ચેપ્ટર 2

શ્રેષ્ઠ સંપાદન એવોર્ડ - અટ્ટમ (મલયાલમ)

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - અપરાજિતો

સિનેમા પર શ્રેષ્ઠ પુસ્તક - કિશોર કુમાર: ધ અલ્ટીમેટ બાયોગ્રાફી (અનુરાધા ભટ્ટાચારજી, પાર્થિવ ધર)

વિશેષ ઉલ્લેખ (સંગીત ઉલ્લેખ) - સંજય સલિલ ચૌધરી

શ્રેષ્ઠ એક્શન ડિરેક્શન એવોર્ડ - KGF ચેપ્ટર 2 (અંબારીવ)

શ્રેષ્ઠ મેકઅપ - અપરાજિતો (સોમનાથ કુંડુ)

બેસ્ટ પ્રોડક્શન ડિઝાઇન - અપરાજિતો (આનંદ આધ્યા)

શ્રેષ્ઠ સાઉન્ડ ડિઝાઇન - પોનીયિન સેલવાન 1 (આનંદ કૃષ્ણમૂર્તિ)

શ્રેષ્ઠ સિનેમેટોગ્રાફી - પોનીયિન સેલવાન 1 (રવિ વર્મન)

શ્રેષ્ઠ બાળ કલાકાર - શ્રીપથ (મલિકાપુરમ)


Google NewsGoogle News