National Film Awards 2023: વિવેક અગ્નિહોત્રીએ વિનર્સના ફોટોમાંથી કરણ જોહરને ક્રોપ કરી દીધો, આ કારણે પણ થઈ રહ્યા છે ટ્રોલ

Updated: Oct 18th, 2023


Google NewsGoogle News
National Film Awards 2023: વિવેક અગ્નિહોત્રીએ વિનર્સના ફોટોમાંથી કરણ જોહરને ક્રોપ કરી દીધો, આ કારણે પણ થઈ રહ્યા છે ટ્રોલ 1 - image


Image Source: Twitter

- વિવેક અગ્નિહોત્રીને ફિલ્મો પ્રત્યે કરણ જોહરનો અભિગમ પસંદ નથી

નવી દિલ્હી, તા. 18 ઓક્ટોબર 2023, બુધવાર

National Film Awards 2023: ગઈ કાલે દિલ્હીના વિજ્ઞાન ભવનમાં 69માં નેશનલ ફિલ્મ એવોર્ડનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ ખાસ અવસર પર આલિયા ભટ્ટથી લઈને અલ્લૂ અર્જૂન, આર માધવન અને એસ એસ રાજામૌલી સહિત ઈન્ડિયન સિનેમાની અનેક હસ્તીઓને દેશના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂના હાથે એવોર્ડથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 

કરણ જોહર અને વિવેક રંજન અગ્નિહોત્રી પણ અહીં પોત-પોતાની ફિલ્મો માટે એવોર્ડ લેવા માટે પહોંચ્યા હતા. નેશનલ ફિલ્મ એવોર્ડ 2023થી અનેક તસવીરો સામે આવી છે. જેમાં આ પ્રતિષ્ઠિત એવોર્ડને જીતનારા તમામ વિનર્સે એક સાથે પોઝ આપ્યો છે.

'ધ કાશ્મીર ફાઈલ્સ'ના ડાયરેક્ટર વિવેક રંજન અગ્નિહોત્રીએ પણ પોતાના સોશિયલ મીડિયા પર આ ફંક્શનની અનેક ફોટો શેર કરી છે. જોકે, તેમણે આ ફોટોમાંથી કરણ જોહરને ક્રોપ કરી દીધો છે.

વિવેક અગ્નિહોત્રીએ પોતાના ટ્વીટર પર 4 ફોટો શેર કર્યા છે. પ્રથમ ફોટો જે તેમણે શેર કર્યો છે તેમાં તમામ નેશનલ ફિલ્મ એવોર્ડના વિનર રાષ્ટ્રપતિ મુર્મૂ સાથે પોઝ આપી રહ્યા છે. આ ફોટોમાંથી તેમણે સિંગર શ્રેયા ઘોષાલ નજીક ઊભેલા કરણ જોહરને ક્રોપ કરી દીધો છે. તેમણે આ ઉપરાંત બધાના ફોટો ચાહકો સાથે શેર કર્યા છે.

National Film Awards 2023: વિવેક અગ્નિહોત્રીએ વિનર્સના ફોટોમાંથી કરણ જોહરને ક્રોપ કરી દીધો, આ કારણે પણ થઈ રહ્યા છે ટ્રોલ 2 - image

સ્ટેજ પર કરણ જોહરને જોઈને વિવેક અગ્નિહોત્રીએ મોં બગાડ્યુ?

આ ઉપરાંત પણ એક અન્ય વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જ્યારે કરણ જોહરને 'શેરશાહ' માટે સ્પેશિયલ જ્યૂરી એવોર્ડ લેવા માટે મંચ પર બોલાવે છે ત્યારે કરણ જોહરને સ્ટેજ પર જોઈને વિવેક અગ્નિહોત્રી અજીબ લુક આપતો નજર આવી રહ્યો છે. તેમનો ચેહરો જોવાલાયક છે.

આ કારણોસર અનેક સોશિયલ મીડિયા યૂઝર્સે તેમને ટ્રોલ કર્યો હતો. વિવેક અગ્નિહોત્રીને ફિલ્મો પ્રત્યે કરણ જોહરનો અભિગમ પસંદ નથી. તેમણે એકવાર કહ્યું હતું કે, કરણ જોહરે ભારતીય સિનેમાની સંસ્કૃતિને બગાડી નાખી છે. 


Google NewsGoogle News