'મને નેશનલ ક્રશના ટેગથી ફેર નથી પડતો...', રશ્મિકા મંદાનાએ કહ્યું મારા માટે ચાહકોનો પ્રેમ મહત્ત્વનો
Image: Facebook
Rashmika Mandanna: એક્ટ્રેસ રશ્મિકા મંદાનાને 'નેશનલ ક્રશ' કહેવામાં આવે છે. ભલે એક્ટ્રેસને ગમે તેવા ટેગ મળી જાય પરંતુ એક આર્ટિસ્ટ તરીકે તેને કોઈ પણ ટેગથી ફરક પડતો નથી.
રશ્મિકા માટે લોકોને પ્રેમ મહત્ત્વનો છે. તાજેતરમાં જ એક્ટ્રેસે એક ઈન્ટરવ્યૂમાં કહ્યું, 'મને નથી લાગતું કે કોઈ પણ ટેગ તમને કરિયરમાં ફાયદો આપે છે. ચાહકોનો પ્રેમ તમને કરિયરમાં ગ્રોથ આપે છે. ચાહકોએ જ મને નેશનલ ક્રશનું ટેગ આપ્યું પરંતુ તે માત્ર ટેગ છે. લોકો મારા કામથી પ્રેમ કરે છે.
આ પણ વાંચો: સનમ તેરી કસમના નિર્માતા, દિગ્દર્શક સીકવલ માટે ઝઘડયા
હું જે ફિલ્મો કરું છું, લોકો તેની ટિકિટ ખરીદીને જોવા જાય છે, મારા માટે તે પ્રેમ છે. તે કરિયર ગ્રોથ છે. તેનાથી મને ફરક પડે છે, કોઈ ટેગથી નહીં. મે અત્યાર સુધી 24 ફિલ્મો કરી છે. હું પોતાને ભાગ્યશાળી માનું છું કે લોકોએ મને ફિલ્મો દ્વારા આટલો પ્રેમ આપ્યો છે. મારી જર્ની અદ્ભુત રહી છે. હું મારા પ્રેક્ષકોથી ખૂબ કનેક્ટેડ અનુભવ કરું છું. આશા કરું છું કે જે રીતે ફિલ્મો હું કરી રહી છું. આગળ પણ કરતી રહીશ.'