હાર્દિક સાથે છૂટાછેડાની ચર્ચાઓ વચ્ચે નતાશાએ સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ, તસવીર જોઈ ફેન્સ થયા કન્ફ્યુઝ
Image Social Media |
Natasha-Hardik : ક્રિકેટર હાર્દિક પંડ્યાના પ્રર્સનલ લાઈફ વિશે હાલમાં અનેક ચર્ચાઓ થઈ રહી છે. હાર્દિક તેની પત્ની નતાશા સ્ટેનકોવિક સાથે છૂટાછેડા લેવાના સમાચારને કારણે ચર્ચાનો વિષય બન્યો છે. હકીકતમાં કેટલાક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે અભિનેત્રી ક્રિકેટરને છૂટાછેડા લેવાની છે. આ દરમિયાન નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી છે, જેમાં તે મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે. જો કે, બીજા ફોટોએ ફેન્સને કન્ફ્યુઝ કરી દીધા છે અને લોકો તેના પર પ્રતિક્રિયા આપી રહ્યા છે. તો કેટલાક લોકો તેને ટ્રોલ કરતા પણ જોવા મળી રહ્યા છે.
નતાશાએ એક ખાસ ઈમોજીસ સાથે બે ફોટા શેર કર્યા
ઈન્સ્ટાગ્રામ પર નતાશાએ એક ખાસ ઈમોજીસ સાથે બે ફોટા શેર કર્યા છે, જેમાં તેણે પહેલા ફોટોમાં તે લિફ્ટમાં મિરર સેલ્ફી લેતી જોવા મળી રહી છે. જેમા તે વ્હાઇટ ટોપ અને ડેનિમ પહેરેલ જોવા મળી રહી છે. જ્યારે તેણે બીજા ફોટામાં ઈસુ અને એક છોકરી ચાલતા જઈ રહ્યા છે તેવો ફોટો શેર કર્યો છે.
ફેન્સ તરફથી કોમેન્ટ્સનો વરસાદ
આ પોસ્ટ શેર કરતાની સાથે જ હાર્દિક પંડ્યાના ફેન્સ તરફથી કોમેન્ટ્સનો વરસાદ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો તેને જવાબ આપવા માટે કહી રહ્યા છે. આ પહેલા નતાશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક વીડિયો શેર કર્યો હતો, જેમાં તે એક રોડ પર ડ્રાઈવની મજા કરતી જોવા મળી રહી છે. જેની સાથે તેણે કેપ્શનમાં લખ્યું હતું કે, ભગવાનનો આભાર. ત્યાર બાદ આ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયો છે અને લોકો તેના અલગ-અલગ અર્થ કાઢી રહ્યા છે.
નોંધનીય છે કે. નતાશાએ વર્ષ 2020માં ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથે લગ્ન કર્યા હતા. જ્યારે તે લગ્ન પહેલા ગર્ભવતી હતી. તેમનો એક પુત્ર પણ છે.