હાર્દિકની પત્ની નતાશાએ ઈન્સ્ટાગ્રામ પરથી પંડ્યા અટક હટાવી, સોશિયલ મીડિયામાં છુટાછેડાની અફવાએ જોર પકડ્યું

Updated: May 25th, 2024


Google NewsGoogle News
હાર્દિકની પત્ની નતાશાએ ઈન્સ્ટાગ્રામ પરથી પંડ્યા અટક હટાવી, સોશિયલ મીડિયામાં છુટાછેડાની અફવાએ જોર પકડ્યું 1 - image


Hardik And Natasha Divorce Rumours: ભારતીય ક્રિકેટર હાર્દિક પંડ્યા અને અભિનેત્રી નતાશા સ્ટેનકોવિક તેમના અંગત જીવનને કારણે ચર્ચામાં છે. છેલ્લા કેટલાક દિવસોથી મીડિયામાં તેમના અલગ થવાના ઘણા અહેવાલો આવી રહ્યા છે. જો કે, બંનેમાંથી કોઈએ હજુ સુધી આ બાબતે કંઈ સ્પષ્ટતા કરી નથી. 

તેમના છૂટાછેડાની ચર્ચા હાલ માત્ર સોશિયલ મીડિયા પર જ ચાલી રહી છે. આ બધા વચ્ચે, અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર એક રહસ્યમય પોસ્ટ શેર કરી હતી. આટલું જ નહીં, આ પછી નતાશા એક વીડિયોમાં તેના મિત્ર એલેક્સ સાથે જોવા મળી હતી. ત્યારબાદ છૂટાછેડાની અફવાઓએ જોર પકડ્યું છે.

છુટાછેડાની ચર્ચા વચ્ચે નતાશા અને હાર્દિક બંનેએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેયર કરી છે. હાર્દિકે પોતાના સ્વિમિંગનો એક વીડિયો શેયર કર્યો છે. જ્યારે નતાશાએ ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર ક્રિપ્ટિક પોસ્ટ કરી હતી. જેમાં ડ્રાઈવિંગ મેન્યુઅલ પર લખાણ લખ્યું હતું કે, કોઈ રસ્તા પર ઉતરવાનું છે. ત્યારબાદ અફવાઓએ જોર પકડ્યું છે. આ પોસ્ટ વિશે લોકો તર્કવિતર્ક લગાવી રહ્યા છે. પરંતુ હજી કોઈ સ્પષ્ટતા થઈ નથી.

નતાશા તેના મિત્ર સાથે દેખાઈ

નતાશા હાલમાં જ તેના મિત્ર એલક્સ સાથે દેખાઈ છે. છૂટાછેડાંની અફવાઓ વચ્ચે અભિનેત્રીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં તે ગુલાબી શર્ટ સાથે સફેદ શોર્ટ ડ્રેસમાં શાનદાર દેખાઈ રહી છે. તેણે ખુલ્લા વાળ અને ડાર્ક ચશ્મા સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો છે. વીડિયોમાં અભિનેત્રી સાથે તેનો મિત્ર એલેક્સ પણ જોઈ શકાય છે. હવે વીડિયો સામે આવ્યા બાદ લોકો એ જાણવાની કોશિશ કરી રહ્યા છે કે શું ચાલી રહ્યું છે? કેટલાક લોકો એ પણ પૂછી રહ્યા છે કે નતાશા સાથે જોવા મળેલી વ્યક્તિ કોણ છે?

નતાશાએ પંડ્યાની અટક હટાવી

અભિનેત્રીએ તેના ઇન્સ્ટાગ્રામ પરથી પંડ્યાની અટક હટાવી દીધા બાદ છૂટાછેડાની અફવાઓ ફેલાઈ હતી. એક પોસ્ટમાં એવો દાવો કરવામાં આવ્યો હતો કે નતાશા પોતાનું પૂરું નામ 'નતાશા સ્ટેનકોવિક પંડ્યા' લખતી હતી પરંતુ હવે તેણે પોતાના નામમાંથી આ અટક હટાવી દીધી છે. 4 માર્ચે નતાશાનો જન્મદિવસ હતો. તે દિવસે ક્રિકેટરે કોઈ પોસ્ટ શેર કરી ન હતી, ત્યારબાદ અહેવાલમાં દાવો કરવામાં આવ્યો હતો કે નતાશાએ હાર્દિક સાથેની તમામ તાજેતરની પોસ્ટ ડિલીટ કરી દીધી છે. હવે હાર્દિક અને નતાશાની એ જ પોસ્ટ સોશિયલ મીડિયા પર જોવા મળી રહી છે, જેમાં તેમનો પુત્ર અગસ્ત્ય તેમની સાથે છે. જો કે, છૂટાછેડાના સમાચાર વિશે અત્યારે કંઈપણ કહેવું ખોટું હશે. આ અંગે દંપતી દ્વારા કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી.

4 વર્ષ પહેલા કોર્ટ મેરેજ કર્યા હતા

હાર્દિક અને નતાશાના લગ્નને ચાર વર્ષ થઈ ગયા છે. બંનેએ 31 મે 2020ના રોજ લગ્ન કર્યા હતા. તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ તે જ વર્ષે જુલાઈમાં થયો હતો. નતાશા લગ્ન પહેલા ક્રિકેટર સાથે લિવ-ઈન રિલેશનશિપમાં રહેતી હતી અને આ દરમિયાન તે લગ્ન પહેલા જ ગર્ભવતી થઈ ગઈ હતી, ત્યારબાદ બંનેએ કોરોનાના સમયગાળા દરમિયાન કોર્ટ મેરેજ કર્યા હતા. જ્યારે, ગયા વર્ષે 2023માં, દંપતીએ રિત-રિવાજો સાથે લગ્ન કર્યા હતા.


Google NewsGoogle News