'જો આપણે પૈસા માટે ફિલ્મો બનાવવાનું બંધ કરી દઇએ તો...', નસરુદ્દીન શાહ શા માટે આવું બોલ્યા
નસીરુદ્દીન શાહ સામાન્ય રીતે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપતાં હોય છે
મેં હિન્દી ફિલ્મો જોવાનું બંધ કરી દીધુ છે, મને હવે બિલકુલ પસંદ નથી: શાહ
Image Twitter |
નસીરુદ્દીન શાહ (Naseeruddin Shah)નું નામ બોલીવૂડના એક એવા અભિનેતા તરીકે છે કે જેમની એક્ટિંગને આખો દેશ પ્રશંસા કરે છે. હિન્દી સિનેમાના દિગ્ગજ અભિનેતા નસીરુદ્દીન શાહ ઘણીવાર તેમના નિવેદનના કારણે ચર્ચામાં રહે છે. અને મોટાભાગે ફિલ્મો વિશે તેમના વિચારો રજુ કરતાં હોય છે.
નસીરુદ્દીન શાહ સામાન્ય રીતે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય આપતાં હોય છે. તે બોલીવૂડ સેલેબ્સ અને હિન્દી સિનેમા પર નિશાન તાકતા હોય છે. હવે હાલમાં જ એક્ટરે ફરી એકવાર બોલીવૂડ ફિલ્મો પર નિશાન તાક્યું હતું. અભિનેતાએ કહ્યું કે, હિન્દી સિનેમાનું સારુ ત્યારે થશે જ્યારે આપણે પૈસા કમાવવા માટે ફિલ્મો બંધ કરી દેવામાં આવશે.
શું કહ્યું નસીરુદ્દીન શાહ
હકીકતમાં નસીરુદ્દીન શાહએ નવી દિલ્હીમાં 'મીર કી દિલ્હી, શાહજહાંનાબાદ: ધ ઈવોલ્વિંગ સિટી' કહ્યું કે, હિન્દી ફિલ્મ નિર્માતા છેલ્લા 100 વર્ષોથી એક જ પ્રકારની ફિલ્મો બનાવી રહ્યા છીએ. હકીકતમાં આ મને નિરાશ કરે છે કે આપણે એમ કહેવામાં ગર્વ અનુભવીએ છીએ કે, હિન્દી સિનેમા 100 વર્ષ જૂનું છે, પરંતુ આપણે એક જ પ્રકારની ફિલ્મો બનાવીએ છીએ.
મેં હિન્દી ફિલ્મો જોવાનું બંધ કરી દીધુ છે, મને હવે બિલકુલ પસંદ નથી: શાહ
તેમણે વધુમાં કહ્યું કે, "મેં હિન્દી ફિલ્મો જોવાનું બંધ કરી દીધુ છે, મને હવે બિલકુલ પસંદ નથી. ભારતીય ભોજનને દરેક જગ્યાએ પસંદ કરવામાં આવે છે કારણ કે તેમાં સ્વાદ હોય છે. હિન્દી ફિલ્મોમાં શું કોઈ દમ છે ? દુનિયાભરમાં ભારતીય હિન્દી ફિલ્મો જોવામાં આવે છે કારણ કે તે પોતાના ઘર સાથે જોડે છે. પરંતુ હવે દરેક લોકો તેનાથી કંટાળી જશે. હિન્દુસ્તાની ફૂડ દરેક જગ્યાએ પસંદ કરવામાં આવે છે કારણ કે તેમાં સ્વાદ હોય છે. હિન્દી ફિલ્મોની શક્તિ શું છે? ભારતીય હિન્દી ફિલ્મો આખી દુનિયામાં જોવામાં આવે છે કારણ કે તે તેમને તેમના ઘર સાથે જોડે છે, પરંતુ ટૂંક સમયમાં જ બધા તેનાથી કંટાળી જશે.
હવે તેનું કોઈ સમાધાન નથી, સમય વીતી ગયો છે
શાહે આગળ વાત કરતાં કહ્યું કે, હિન્દી સિનેમા માટે આશા ત્યારે છે જ્યારે આપણે તેને કમાણીના સાધન તરીકે જોવાનું બંધ કરીએ. પરંતુ મને લાગે છે કે હવે ઘણી વાર થઈ ચુકી છે. હવે તેનું કોઈ સમાધાન નથી કારણ કે, જે ફિલ્મોને હજારો લોકો જોવે છે તે બનતી રહેશે અને લોકો બનાવતા રહેશે. એટલા માટે લોકો ગંભીર મુદ્દા પર ફિલ્મો બનાવવા ઈચ્છે છે. તેમની જવાબદારી છે કે, તે વાસ્તવિકતા બતાવે અને એ રીતે બતાવે કે તેને કરોડો ના મળે, અથવા ED તેમના દરવાજા પર ન પહોચે. તેમણે કહ્યું કે કેટલીક ઈરાની ફિલ્મ નિર્માતાઓએ અધિકારીઓની સતાવણી થતી હોવા છતાં ફિલ્મો બનાવી છે. તેમજ ભારતીય કાર્ટૂનિસ્ટ આર.કે.લક્ષ્મણનું ઉદાહરણ આપતા કહ્યું કે તેઓ ઈમરજન્સીના દિવસોમાં પણ કાર્ટૂન બનાવતા હતા.