નવી દિલ્હી, તા. 21. ડિસેમ્બર 2018 શુક્રવાર
બોલીવૂડના એકટર નસીરુદિન શાહે દેશમાં વધતી અસહિષ્ણુતા પર બોલીને ફસાંઈ ગયા છે. ગુરુવારે નસીરુદીન શાહનો એક વીડિયો યૂટયૂબ પર વાઈરલ થયો છે. તેમાં તેમણે સમાજના બદલતા સ્વરૂપને લઈને ગુસ્સા વ્યક્ત કર્યો છે.
નસીરુદીન શાહે કહ્યું કે આપણે બુલંદશહેર હિંસામાં જોયું કે આજે દેશમાં એક ગાયની મોતનું મહત્વ પોલીસ ઓફિસરની જાન કરતા વધારે હોય છે. આ દિવસોમાં સમાજમાં ચારે બાજુ ઝહેર ફેલાઈ ગયું છે. મને વાતનો ભય છે કે જો મારા બાળકોને ટોળાએ ઘેરા લીઘા અને તેમણે પૂછ્યું કે તમે હિન્દુ છો કે મુસલમાન? મારા બાળકોની પાસે તેનો કોઈ જવાબ નહી હોય. સમગ્ર સમાજમાં ઝહેર ફેલાઈ ગયું છે.
નસીરુદીન શાહે કહ્યું કે મે પહેલા જે કહ્યું એ એક ભારતીય હતો. આ વિશે મે એવું શુ કહ્યું કે મને ગદાર કહેવામાં આવી રહ્યા છે? હુ દેશ માટે પોતાની ચિંતા વ્યક્ત કરી રહ્યો છો જેને હુ પ્રેમ કરુ છુ, તે દેશ જે મારુ ઘર છે. આ ગુનો કેવી રીતે છે?


