અભિનેત્રી નરગિસની બહેન પર એક્સ-બોયફ્રેન્ડને સળગાવીને મારવાનો આરોપ, અમેરિકામાં ધરપકડ
Nargis Fakhri Sister Aliya Fakhri Arrested in US: ફિલ્મ 'રોકસ્ટાર'માં રણબીર કપૂર સાથે જોવા મળેલી અભિનેત્રી નરગીસ ફખરીની બહેન આલિયા ફખરી પર પોતાના એક્સ બોયફ્રેન્ડની હત્યાનો આરોપ લાગ્યો છે. રિપોર્ટ્સ અનુસાર ન્યૂયોર્ક પોલીસે આલિયાની ધરપકડ કરી અને તેની પૂછપરછ કરી રહી છે.
નરગીસની બહેન પર તેના એક્સ બોયફ્રેન્ડની હત્યાનો આરોપ
મીડિયા રિપોર્ટ્સ અનુસાર આલિયા ફખરી તેના એક્સ બોયફ્રેન્ડ સાથે પેચઅપ કરવા માંગતી હતી. પરંતુ તેનો બોયફ્રેન્ડ એડવર્ડ જેકોબ્સે તેની સાથે પેચઅપ કરવાનો ઇનકાર કર્યો હતો. આથી ગુસ્સામાં આવીને આલિયાએ તેના બોયફ્રેન્ડ એડવર્ડ અને એડવર્ડની કરંટ ગર્લફ્રેન્ડ એટીનીની હત્યા કરવાનો આરોપ છે.
આલિયાએ કેવી રીતે હત્યા કરી?
આ સમગ્ર મામલે ફરિયાદીનું કહેવું છે કે આલિયાએ ન્યૂયોર્કમાં તેના એક્સ બોયફ્રેન્ડના ઘરના ગેરેજમાં આગ લગાવી દીધી હતી. આ આગમાં તેના એક્સ અને તેની ગર્લફ્રેન્ડનું મૃત્યુ થયું હતું. આ ઘટના બાદ પોલીસે આલિયાને કસ્ટડીમાં લીધી છે. હાલ પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.
રિપોર્ટ્સ અનુસાર આલિયા ફખરી પર ફર્સ્ટ-ડિગ્રી હત્યાના ચાર ગુનાઓ તેમજ અન્ય આરોપો લગાવવામાં આવ્યા છે. તેણી પર જમૈકા, ક્વીન્સમાં તેના એક્સના ઘરના ગેરેજમાં ઇરાદાપૂર્વક આગ લગાડવાનો આરોપ છે, જેમાં તેના 35 વર્ષીય એક્સ બોયફ્રેન્ડ એડવર્ડ જેકોબ્સ અને તેની 33 વર્ષીય ગર્લફ્રેન્ડ અનાસ્તાસિયા એટિનીની હત્યા કરવામાં આવી હતી.
આ પણ વાંચો: મારી લોકપ્રિયતા પચાવી ના શક્યો: અનન્યા પાંડેએ જણાવ્યું બ્રેકઅપનું કારણ, જુઓ શું કહ્યું
તપાસ અને આરોપો અનુસાર, પ્રેસ રિલીઝમાં વધુમાં જણાવાયું છે કે આલિયા ફખરી સવારે 6:20 વાગ્યે એડવર્ડના ઘરે પહોંચી હતી અને આગ લગાડતા પહેલા 'તમે બધા આજે મરી જવાના છો' એવી બૂમો પાડી હતી. ત્યારબાદ આલિયાએ બિલ્ડિંગના ગેરેજમાં આગ લગાવી દીધી. એડવર્ડ ગેરેજના બીજા માળે સુતો હોવાથી એટિની આગ જોઈને ઝડપથી નીચે દોડી ગઈ અને તેને બચાવવાનો પ્રયાસ કર્યો. પરંતુ બંને ત્યાં જ ફસાઈ ગયા હતા.
આલિયા પર ઘણા આરોપો
આલિયા ફખરીની 26 નવેમ્બરે ધરપકડ કરવામાં આવી હતી. બીજા દિવસે, એક ગ્રાન્ડ જ્યુરીએ તેના પર ફર્સ્ટ-ડિગ્રી મર્ડર અને ચાર સેકન્ડ-ડિગ્રી મર્ડરનો આરોપ મૂક્યો. એવું કહેવામાં આવી રહ્યું છે કે જો તેના પરના આ ગંભીર આરોપો સાબિત થાય છે તો તેને આજીવન કેદની સજા થઈ શકે છે.