Get The App

નરગિસ અને ઉદય ચોપરા બ્રેક અપના સાત વર્ષ પછી સાથે દેખાયાં

Updated: Jan 3rd, 2024


Google NewsGoogle News
નરગિસ અને ઉદય ચોપરા બ્રેક અપના સાત વર્ષ પછી સાથે દેખાયાં 1 - image


- દુબઈમાં બંને સાથે જોવા મળ્યા

- નરગિસના અન્ય સંબંધોની ચર્ચા વચ્ચે ઉદય સાથે ફરી દેખાતાં નવી અટકળો શરુ થઈ

મુંબઇ : ઉદય ચોપરા અને નરગિસ ફખરીના સંબંધો ચર્ચામાં રહ્યા છે. બન્ને પાંચ વરસ સુધી રિલેશનશિપમાં હતા. એ પછી બન્નેનું અચાનક બ્રેકઅપ થઇ ગયું હતું અને હવે સાત વરસ પછી ફરી આ યુગલે સાથે મળીને દુબઇમાં નવા વરસની ઊજવણી કરી હોવાની તસવીર વાયરલ થઇ છે. 

ઉદય અને નરગિસ ૨૦૧૩માં પ્રેમમાં પડયાં હતાં. જોકે, પછી તેમનું બ્રેક અપ થઈ ગયું હતું. હવે અચાનક તેઓ સાથે હોવાની એક તસવીર વાયરલ થઈ છે. દુબઈની આ તસવીરમાં  હૃતિક રોશનની એક્સ વાઈફ સુઝેન ખાન અને તેનો બોયફ્રેન્ડ અર્સલન ગોની પણ સાથે જોવા મળે છે. 

નરગિસનું નામ અગાઉ રણબીર કપૂર,  બિઝનેસમેન ટોની બિગ તથા અમેરિકી ડાયરેક્ટર મેટ અલોંજો સાથે પણ સંકળાઈ ચૂક્યું છે. 

જોકે, હવે ફરીથી નરગિસ ઉદય ચોપરા સાથે રિલેશનશિપમાં છે કે પછી બંને જણ અમસ્તાં જ કોઈ પાર્ટીમાં સાથે મળ્યાં છે તે વિશે અનેક અટકળો ચાલી રહી છે. 


Google NewsGoogle News