નાના પાટેકરની હિરોઈન મેઘના મલ્લિક બનશે
- પ્રકાશ ઝાની વેબસિરીઝમાં કામ કરશે
- મી-ટુના આક્ષેપો પછી 'લાલ બત્તી' સાથે નાના પાટેકર પહેલીવાર ઓટીટી સ્પેસ પર
મુંબઈ : બોલીવૂડના પ્રખ્યાત અભિનેતા નાના પાટેકર પહેલીવાર ઓટીટી પર આવી રહ્યા છે. તેમની સાથે ઓટીટીની જાણીતી હિરોઈન મેઘના મલ્લિક જોડી જમાવવાની છે.
આ વેબ સીરિઝનું નામ 'લાલ બત્તી' છે. નાના પાટેકર માટે આ બિલકુલ નવું મીડિયમ હશે. તેમના પર તનુુશ્રી દત્તા દ્વારા મી ટુના આક્ષેપો થયા પછી નાના પાટેકરનો આ કદાચ સૌથી મોટો પ્રોજેક્ટ હશે. આ સિરીઝમાં મેઘના મલ્લિક તેમની પત્નીનું પાત્ર ભજવશે. મેઘના મિર્ઝાપુર અને બેન્ડિશ બેન્ડિટ સહિતની સિરિઝથી જાણીતું નામ બની ચુકી છે.
આ સિરીઝના ડાયરેક્ટર પ્રકાશ ઝા ફિલ્મો અને ઓટીટી બંનેના સફળ સર્જક છે. તેમની ઓટીટી પરની આશ્રમ સિરીઝ બહુ લોકપ્રિય બની હતી.
ઓટીટી પ્લેટફોર્મ ચુનંદા કલાકારોને મોટું પ્લેટફોર્મ અને ક્ષમતા મુજબનો રોલ આપવા માટે જાણીતું છે.
આથી, નાના પાટેકરના ચાહકો આ સિરીઝની ખાસ રાહ જોઈ રહ્યા છે.