ધ કાશ્મીર ફાઇલ્સ બાદ 'ધ વેક્સીન વોર' માટે તૈયાર છે વિવેક અગ્નિહોત્રી, નાના પાટેકરે કહ્યું -'દરેક એક્ટર સાઈન કરતાં....
10 કોમર્શિયલ ફિલ્મ કરવા કરતા એક આવી ફિલ્મ કરુ, મને તો ઘણુ સારુ લાગે છે: નાના
8-10 ફિલ્મ કર્યા પછી થાકી જઈશ, પરંતુ હું થાકી જાઉં તે પહેલાં જો આવી કોઈ ફિલ્મ મારા થકી આવે છે, તો હું તે કેમ ન કરું.'
| ||
તા. 26 સપ્ટેમ્બર 2023, મંગળવાર
ધ કાશ્મીર ફાઈલ્સ (The Kashmir Files) ને રિલીઝ થયાને લગભગ એક વર્ષ થઈ ગયુ છે. જેના કારણે દેશભરમાં વિવાદ ઉભો થયો હતો. સમાજના એક વર્ગ દ્વારા ફિલ્મ પર મુસ્લિમો વિરુદ્ધ નફરત ફેલાવવાનો અને પ્રચાર કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. હવે આ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri) પોતાની આગામી ફિલ્મ ‘ધ વેક્સીન વોર’ (the vaccine war )લઈને આવી રહ્યા છે જે આગામી 28 સપ્ટેમ્બરે રિલીઝ થશે.
10 કોમર્શિયલ ફિલ્મ કરવા કરતા એક આવી ફિલ્મ કરુ, મને તો ઘણુ સારુ લાગે છે: નાના
વિવેક અગ્નિહોત્રી (Vivek Agnihotri), નાના પાટેકર અને પલ્લવી જોષીની આગામી ફિલ્મ ધ વેક્સીન વોર રિલીઝ પહેલા મીડિયા સાથે વાતચીત કરી હતી. જેમા નાના પાટેકરને પુછવામાં આવ્યું કે તમે કેમ ફિલ્મનો ભાગ બન્યા, ત્યારે તેમણે જવાબ આપતા કહ્યુ હતું કે, આ એ રીતની ફિલ્મ છે કે જેમા દરેક એક્ટર તેનો ભાગ બનવા ઈચ્છશે. હું સાચુ કહું છું કે 10 કોમર્શિયલ ફિલ્મ કરવા કરતા એક આવી ફિલ્મ કરુ, મને તો ઘણુ સારુ લાગે છે. હું 73 વર્ષનો છું, અને હવે કેટલી ફિલ્મ કરી શકીશ..? 8-10 ફિલ્મ કર્યા પછી થાકી જઈશ, પરંતુ હું થાકી જાઉં તે પહેલાં જો આવી કોઈ ફિલ્મ મારા થકી આવે છે, તો હું તે કેમ ન કરું.'
તમે ભરોશા અને દ્દઢ઼તા સાથે આ વાક્ય બોલશો
નાના પાટેકરે આગળ વધુ વાત કરતા કહ્યું કે, જ્યારે તેમણે વિવેક અગ્નિહોત્રીને પુછ્યું કે તમે મને કેમ આ ફિલ્મમાં લેવા ઈચ્છો છો, તો તેમણે એક જ લાઈનમાં જવાબ આપ્યો હતો કે, ઈન્ડિયા કેન ડુ ઈટ. (ભારત તે કરી શકે છે.) વિવેક બોલ્યા કે નાના, તમે ભરોશા અને દ્દઢ઼તા સાથે આ વાક્ય બોલશો, મને બીજુ કોઈ નજરમાં નથી આવતું.' તમને જણાવી દઈએ કે નાના પાટેકર છેલ્લે 'ઈટ્સ માય લાઈફ' ફિલ્મમાં જોવા મળ્યા હતા.
બ્રેકિંગ ન્યૂઝ, મહત્વની ખબરો અને રસપ્રદ Video માટે જોઈન કરો ગુજરાત સમાચારની WHATSAPP CHANNEL. જોઈન કર્યા બાદ Bell Icon ખાસ ઓન કરજો, જેથી તમને મહત્વની Notification મળતી રહે.