'સરકાર પાસે કંઈ ન માંગો, નક્કી કરો કે સરકાર કોની લાવવી છે', ખેડૂત આંદોલનમાં નાના પાટેકરની એન્ટ્રી
Nana Patekar Statement on Farmers Protest : દેશમાં ચાલી રહેલા ખેડૂતોના આંદોલનમાં બોલિવૂડ અભિનેતા નાના પાટેકર પણ ઉતર્યા છે. અભિનેતાએ ખેડૂતોને સમર્થન આપ્યું છે. નાના પાટેકરે ખેડૂતોને કહ્યું કે, સરકાર પાસે કંઈ માંગો નહીં, પણ દેશમાં કોની સરકાર લાવવી છે, તે નક્કી કરો. આ સાથે નાના પાટેકરે રાજકારણમાં આવવા અંગે પણ મૌન તોડ્યું છે.
'હું રાજનીતિ કરી શકતો નથી'
નાના પાટેકર હંમેશા તેમના અભિપ્રાય અંગે અવાજ ઉઠાવતા રહ્યા છે. તેમણે હંમેશા ખેડૂતો પર થતા અત્યાચારને સમર્થન આપ્યુ છે.
આ વખતે ખેડૂતોનો પક્ષ લેતા તેમણે કહ્યું કે, દેશમાં પહેલા 80-90 ટકા ખેડૂતો હતા, હવે માત્ર 50 ટકા ખેડૂત છે. સરકાર પાસે હવે કંઈ માંગશો નહીં, સરકાર કોની લાવવી છે તે નક્કી કરો. હું રાજકારણમાં ના આવી શકું, કારણ કે, જે મારા મનમાં છે, તે જ મારા મોઢા પર આવશે. તેઓ મને પાર્ટીમાંથી કાઢી નાખશે. પાર્ટી બદલતા બદલતા એક મહિનામાં બધી જ પાર્ટી ખતમ થઈ જશે. અહીંયા આપણે ખેડૂતભાઈઓ સાથે આપણાં મનની વાત કરી શકીએ છીએ. જે આપણને રોજ ખાવાનું આપે છે તેની કોઈને પરવા નથી, તો પછી સરકારની શું કામ પડી છે?
'હું ખેડૂત તરીકે જન્મ લઈશ' ખેડૂતો સાથે વાત કરતાં નાનાએ આગળ કહ્યું કે, ભલે હું આત્મહત્યા કરીશ, હું ખેડૂત તરીકે જન્મ લઈશ, ખેડૂત ક્યારેય એમ નહીં કહે ,કે મારે ખેડૂત તરીકે જન્મવું નથી.
આપણે પ્રાણીઓની ભાષા જાણીએ છીએ, શું તમને ખેડૂતોની ભાષા બોલતા નથી આવડતી?’
નાના પાટેકરે એક સંગઠન બનાવ્યું હતું જે ખેડૂતોના પક્ષમાં કામ કરે છે. તેમણે કહ્યું હતું કે ખેડૂત ભાઈઓ આત્મહત્યા ન કરવા કહ્યું છે.
આ સંસ્થા આર્થિક સંજોગોને કારણે આત્મહત્યા કરનાર ખેડૂતોની 180 વિધવાઓને 15,000 રૂપિયાની મદદ પણ કરી હતી.
વર્ક ફ્રન્ટની વાત કરીએ તો નાના પાટેકર છેલ્લે 'ધ વેક્સીન વોર'માં જોવા મળ્યા હતા. વિવેક અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મમાં તેની સાથે પલ્લવી જોશી, રાયમા સેન અને અનુપમ ખેર પણ હતા. નાના ટૂંક સમયમાં જ 'લાલ બત્તી'થી ઓટીટી ડેબ્યૂ કરવા જઈ રહ્યા છે.