VIDEO : વેલકમ-3માંથી બાદબાકી થતા નાના પાટેકરનું છલકાયું દર્દ, કહ્યું- 'તેમને લાગે છે અમે જૂના થઈ ગયા'
નાના પાટેકરે કહ્યું છે કે મેકર્સે તેમને 'વેલકમ ટુ ધ જંગલ' ફિલ્મમાંથી બાદબાકી કરી છે.
મેરર્સને લાગે છે કે હવે હું જુનો થઈ ગયો છું અને એટલા માટે મને એપ્રોચ નથી કર્યો: નાના પાટેકર
Image Twiitter |
તા. 13 સપ્ટેમ્બર 2023, બુધવાર
નાના પાટેકરે હાલમાં જ 'ગદર 2' માં વાર્તાકાર બનીને વાપસી કરી હતી. અને હવે તે 'ધ વેક્સીન વોર'માં મોટા પડદા પર છવાઈ જવાની તૈયારીમાં છે. હાલમાં ફિલ્મનું ટ્રેલર લોન્ચ કરતી વખતે નાના પાટેકરે શાહરૂખ ખાનની 'જવાન' પર આકરી ટિપ્પણી કરી હતી. આ સાથે તેમણે એક ખુલાસો પણ કર્યો હતો કે 'વેલકમ'ના ત્રીજા ભાગ, 'વેલકમ ટુ ધ જંગલ' માટે મારો સંપર્ક કરવામાં આવ્યો જ નથી. આ સાથે ફિલ્મના મેકર્સ પર પણ ગુસ્સો ઠાલવી બરોબર ભડક્યા હતા.
તેમણે વેલકમ ટુ ધ જંગલ માટે મારો સંપર્ક કરવામાં આવ્યો નથી: નાના પાટેકર
તમને માહિતી આપતાં જણાવીએ કે તાજેતરમાં 'વેલકમ'ના ત્રીજા ભાગ માટે જાહેરાત કરવામાં આવી હતી, જેનું નિર્દેશન અહેમદ ખાન કરવાના છે. નાના પાટેકર ફિલ્મના પહેલા અને બીજા ભાગમાં હતા. અને આવામાં જ્યારે તેમને ત્રીજા ભાગમાં જોવા મળે તો તેમના ચાહકો આશ્ચર્યચકિત થઈ જશે. આ બાબતને લઈને નાના પાટેકરને એક સવાલ પૂછવામાં આવ્યો હતો. ત્યારે નાના પાટેકરે કહ્યું કે તેમણે વેલકમ ટુ ધ જંગલ માટે મારો સંપર્ક કરવામાં આવ્યો નથી.
નાના પાટેકરે કહ્યુ કે, તેમને લાગે છે કે હું જુનો થઈ ગયો છું
નાના પાટેકર આગળ વાત કરતા કહે છે કે, વેલકમ ટુ ધ જંગલ માં હું નથી. તેમને લાગે છે હું જુનો થઈ ગયો છું. કદાચ એટલા માટે મને નહી કહેવામાં આવ્યું હોય. પરંતુ વિવેક અગ્નિહોત્રીને લાગે છે કે હું હજી જુનો થયો નથી. એટલા માટે તેમણે મને લઈ લીધો. બસ આટલી સિમ્પલ વાત છે. અને તેમણે કહ્યુ કે ઈન્ડસ્ટ્રી તમારા માટે ક્યારેય બંધ નહી થાય. જો તમે સારુ કામ કરવા ઈચ્છો છો, કાઈક સારુ કામ કરવા ઈચ્છો છો તો લોકો તમારી પાસે આવશે. તમને પુછશે. તમારે એ સમજવું જોઈએ કે તમે તે કામ કરી શકશો કે નહી.... દરેકને કામ મળે છે, તમે કરવા ઈચ્છો કે નહી તે વાત પર નિર્ભર છે.