નાના પાટેકર ગદ્દર-3માં વિલનની ભૂમિકા ભજવે તેવી શક્યતા
- અનિલ શર્મા અને અભિનેતાની વાતચીત પર નિર્ણય લેવાયો નથી
મુંબઇ : અનિલ શર્માએ ગદ્દર ૩ પણ કામ શરૂ કરી દીધું છે. હાલમાં જ નાના પાટેકરે એક ઇન્ટરવ્યુમાં પોતે ગદ્દર ૩માં વિલનની ભૂમિકામાં જોવા મળવાનો આડકતરો ઇશારો કર્યો છે. અભિનેતા અને અનિલ શર્માની વાતચીત થઇ છે પરંતુ હજી સુધી નિર્ણય લેવામાં આવ્યો નથી. જોકે હાલ ફિલ્મની સ્ક્રિપ્ટ પર કામ ચાલી રહ્યું છે ્ને ફિલ્મને ૨૦૨૬માં રિલીઝ કરવામાં આવશે. અનિલ શર્માની નાના પાટેકર અભિનિત વનવાસ હાલ જ રિલીઝ થઇ છે. હવે આ જોડી ફરી આગામી ફિલ્મમાં કામ કરે તેવી શક્યતા છે. જોકે વનવાસને બોક્સ ઓફિસ પર નબળો પ્રતિસાદ સાંપડયો છે. તેથી અનિલ શર્મા અને નાના પાટેકરની ગદ્દર ૩ને લઇને વાતચીતનો શું નિર્ણય આવે છે તે તો સમય જ દાખવશે.
જો સમૂસુથરું પાર પડશે તો ગદ્દર ૩માં નાના પાટેકર અને સની દેઓલ બાખડતા જોવા મળશે. આ ફિલ્મમાં નાના પાટેકર વિલનની ભૂમિકા ભજવે તેવી શક્યતા છે.
સની દેઓલ અને અમીષા પટેલ આ ફિલ્મમાં ફરી સાથે દેખાવાના છે.