તારું જ્યોતિષ બકવાસ...' નાના પાટેકર ભડક્યાં, રેપર બાદશાહ જોતો રહી ગયો, ફેન્સ પણ ચોંક્યા
Indian Idol 15 : ઈન્ડિયન આઈડલ 15' ટીવી છવાયેલ છે. દર વખતની જેમ આ વખતે પણ ઘણા પ્રતિભાશાળી ગાયકો શોમાં ભાગ લેવા આવ્યા છે, જેઓ પોતાની ગાયકીથી બધાને ઈંમ્પ્રેસ કરી રહ્યા છે. હવે ઈન્ડિયન આઈડલના સ્ટેજ પર દિગ્ગજ એક્ટર નાના પાટેકરને સ્પેશિયલ ગેસ્ટ તરીકે ભાગ લીધો હતો. શોમાં તેની સ્પષ્ટવક્તાની સ્ટાઈલ જોઈને બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
શું તમે જ્યોતિષમાં વિશ્વાસ કરો છો?
'ઈન્ડિયન આઈડલ'નો એક પ્રોમો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં નાના પાટેકર સ્પર્ધકોને રોસ્ટ કરતાં જોવા મળી રહ્યા છે. પ્રોમોમાં જોઈ શકાય છે કે નાના પાટેકર સ્પર્ધકને પૂછી રહ્યા છે કે, શું તમે જ્યોતિષમાં વિશ્વાસ કરો છો? તેમના સવાલ પર સ્પર્ધકે કહ્યું- હા સર. સ્પર્ધકની વાત સાંભળ્યા બાદ નાના પાટેકરે ફરી બીજો સવાલ પૂછે છે, તો મને કહો કે પહેલા નંબરે કોણ આવશે? આ સાંભળીને સ્પર્ધક ખૂબ જ ડરી ગયેલી જોવા મળી રહી હતી.
તમારુ જ્યોતિષ બિલકુલ બકવાસ છે?
પરંતુ નાના પાટેકર અહીંથી ન અટકતાં ફરી બીજો સવાલ કરે છે. કે મને કહો, તમારા હિસાબે મારી કેટલી ઉંમર છે? નાના પાટેકરનો સવાલ સાંભળીને સ્પર્ધક ચોંકી ગઈ હતી અને થોડી ડરેલી જોવા મળી રહી હતી. નાના પાટેકરે સ્પર્ધકને આગળ કહ્યું, કે તારું જ્યોતિષ બિલકુલ બકવાસ છે? તમે કોઈપણ ખચકાટ વિના ગાઈ શકો છો, આ જ સત્ય છે. બાકીનું છોડી દો.
આ પણ વાંચો : લગ્નના 3 જ વર્ષમાં એક્ટર છુટાછેડાની તૈયારી, 2 વર્ષની દીકરી પણ છે, કહ્યું- મુશ્કેલી પડશે
બાદશાહનો ચહેરો પણ ઉદાસ
નાના પાટેકરની આ વાત સાંભળીને ઈન્ડિયન આઈડલ શોના જજ અને રેપર-સિંગર બાદશાહ પણ ખૂબ ગભરાયેલ જોવા મળી રહ્યા હતા. બાદશાહનો ચહેરો પણ ઉદાસ દેખાતો હતો. આ પોસ્ટ પર યુઝર્સ પોતાની વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જેમાં કોઈકે લખ્યું- ઈન્ડિયન આઈડલમાં ખૂબ જ રોસ્ટિંગ થઈ રહ્યું છે. તો યુઝરે લખ્યું, નાનાની વાત સાંભળીને બીચારી છોકરી ટેન્શનમાં આવી ગઈ.