'એક્ટર ન હોત તો હું અંડરવર્લ્ડમાં હોત...', નાના પાટેકરનું મોટું નિવેદન, કહ્યું - ગુસ્સામાં હાથ ઊઠી જાય છે
Nana Patekar: નાના પાટેકર પોતાની એક્ટિંગ ઉપરાંત ગુસ્સા માટે પ્રખ્યાત છે. હાલમાં જ તેમણે ગુસ્સામાં એક એક્ટરને જાહેરમાં લાફો ઝીંકી દીધો હતો. જો કે, બાદમાં નાનાએ માફી માંગતા પોતાની ભૂલ સ્વીકારી હતી. નાના પાટેકર અવારનવાર રોષે ભરાઈ આ પ્રકારના પગલાં લેતાં હોય છે.
અંડરવર્લ્ડમાં કામ કરતો હોત
નાના પાટેકરે હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં સ્વીકાર્યું હતું કે,મારો ગુસ્સો ખૂબ જ ખરાબ છે. પરંતુ ઘણી વાહિયાત વાતો પર તે ગુસ્સે થતો નથી. તેને ત્યારે જ ગુસ્સો આવે છે, જ્યારે કોઈએ કોઈ કામ યોગ્ય રીતે ન કર્યું હોય. જો હું એક્ટર ન બન્યો હોત તો હું અંડરવર્લ્ડમાં કામ કરતો હોત. સિદ્ધાર્થ કાનન સાથેની વાતચીતમાં આ અંગે પોતાનો અભિપ્રાય વ્યક્ત કર્યો હતો.
જે પણ કરો સંપૂર્ણ મન સાથે કરો
નાના પાટેકરે આગળ જણાવ્યું કે, ગુસ્સો તો આવે જ છે, હાલ હું ફિલ્મો સાથે જોડાયેલો છું, જેથી મારૂ 100 ટકા મન ત્યાં હોવુ જોઈએ. જો તમને ફિલ્મમાં રૂચિ ન હોય તો મારે અને તમારે કોઈ લેવા-દેવા નથી. તમને નામ જોઈએ, પ્રસિદ્ધિ જોઈએ, દરેક વ્યક્તિ તમારી સાથે ફોટા પડાવે તેવુ ઈચ્છો છો તો, તમારે સંપૂર્ણ મન સાથે કામ કરવુ પડશે.
આ પણ વાંચોઃ અમરણ ફિલ્મમાં સાઈ પલ્લવીનો મોબાઈલ નંબર બ્લર કરાયો
ખોટું બોલશો તો સાંભળવુ પડશે
નાનાએ વધુમાં કહ્યું હતું કે, હું કોઈને પણ સંભળાવી શકું છું. પછી ભલે તે અનુભવી કલાકાર હોય. જો હું ખોટો હોઉં તો તેને પણ આવું કહેવાનો પૂરો અધિકાર છે. જો તે જુનિયર છે તો તે ઉંમરમાં જુનિયર છે. જુનિયર આર્ટિસ્ટ પણ રોલ પ્રમાણે જુનિયર છે, પરંતુ તે એક કલાકાર છે, તેને સમાન રીતે માન આપો. સંજોગોને કારણે તે જુનિયર છે. અમે પણ એક સમયે આ જ ભીડનો ભાગ હતા. જે વ્યક્તિ 50 વર્ષથી આ ઉદ્યોગમાં છે, તે વ્યક્તિમાં થોડુંક કંઈક તો હોવું જોઈએ, જેણે આટલા વર્ષો વિતાવ્યા છે. તેનો કંઈક અનુભવ તો હશે.
હું હિંસક છું
નાનાએ આગળ કહ્યું કે, જ્યારે હું ઈન્ડસ્ટ્રીમાં આવ્યો ત્યારે લોકો ડરતા હતા, હું ખૂબ જ હિંસક પ્રકારનો છું. હું પહેલાં ખૂબ ઓછું બોલતો, કારણકે, હું ત્યારે ખૂબ હિંસક હતો, પણ હવે નથી. પણ આજે પણ જો કોઈ વાતમાં મને ગુસ્સો આવે તો મારો હાથ ઉપડી જાય છે. આથી જો હું એક્ટર ન હોત તો અંડરવર્લ્ડમાં હોત. હું મજાક નથી કરી રહ્યો. હસવા જેવું કંઈ નથી. તે સાચું છે. જ્યારે મને આ કેમેરો મળ્યો ત્યારે હું એક્ટર બની ગયો. જે મારો ગુસ્સો બહાર કાઢવાનું એક માધ્યમ બન્યો.