Get The App

સ્ટાર કિડ હોવા છતાં મિથુનના પુત્રને ન મળ્યો મોકો? નમાશીએ કહ્યું- 'મારો ભાઈ પણ સુપરસ્ટાર હોત, પણ...'

- મિમોહને મોકો આપવામાં આવ્યો હોત તો તે પણ એટલો જ સક્સેસફુલ હોત જેટલો અભિષેક બચ્ચન છે: નમાશી

Updated: Mar 20th, 2024


Google NewsGoogle News
સ્ટાર કિડ હોવા છતાં મિથુનના પુત્રને ન મળ્યો મોકો? નમાશીએ કહ્યું- 'મારો ભાઈ પણ સુપરસ્ટાર હોત, પણ...' 1 - image


નવી દિલ્હી, તા. 20 માર્ચ 2024, બુધવાર

મિથુન ચક્રવર્તી 80ના દાયકાના સુપરસ્ટાર રહી ચૂક્યા છે. પરંતુ તેના પુત્રો મિમોહ અને નમાશીને હજુ સુધી તે સ્થાન નથી મળ્યું. સ્ટાર કિડ્સને જ્યાં બ્રેક મળવું સરળ બની જાય છે ત્યાં સુપરસ્ટાર મિથુનના પુત્રોએ ફિલ્મી પરિવારમાં જન્મ લીધો હોવા છતાં એક બિગ લોન્ચ માટે પણ સંઘર્ષ કરવો પડ્યો છે. 

મિથુનના મોટા પુત્ર મિમોહે 2008માં જિમ્મી ફિલ્મથી ડેબ્યુ કર્યું હતું. પરંતુ તે ફિલ્મ બોક્સ ઓફિસ પર ડિઝાસ્ટર સાબિત થઈ. ત્યારબાદ મિમોહને ઓફર્સ મળવાની પણ બંધ થઈ. આ મુદ્દે મિમોહના નાના ભાઈ નમાશીએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં વાત કરી હતી. નમાશીએ કહ્યું કે, મિમોહને મોકો આપવામાં આવ્યો હોત તો તે પણ એટલો જ સક્સેસફુલ હોત જેટલો અભિષેક બચ્ચન છે.

મિમોહને ન મળ્યો મોકો

નમાશીએ કહ્યું કે, મિમોહની અંદર ખૂબ પોટેન્શિયલ છે પરંતુ ઈન્ડસ્ટ્રીમાં બાકી સ્ટાર કિડ્સને તેનાથી ઉપર પસંદ કરવામાં આવ્યા. તેને કોઈએ ફેવર ન કર્યું. તે એક સુપરસ્ટારના ઘરે જન્મ્યો છે. તેની અંદર સંપૂર્ણ પ્રતિભા છે. પરંતુ બધાએ બીજા સ્ટાર કિડ્સને ફેવર કર્યું મિમોહને ન કર્યું. મારી આ વાત રેકોર્ડ થઈ રહી છે. અભિષેક બચ્ચન સરને મળ્યા એટલા ચાન્સ જો મારા ભાઈને પણ મળ્યા હોત તો આજની તારીખમાં મારો ભાઈ પણ સુપ સ્ટાર હોત. આ વાત હું પૂરા આત્મવિશ્વાસ સાથે કહી શકું છું.  

નમાશીએ આગળ કહ્યું કે, લોકોએ તેની ડેબ્યુ ફિલ્મ જિમ્મીને બિગેસ્ટ ફિલ્મની જેમ જોઈ. કોઈએ તેને સૌથી મોટા પ્રોડક્શન હાઉસની ફિલ્મ તરીકે એક્સેપ્ટ ન કરી. તે એક ક્યારેય ન ભૂલાઈ એવા એક્ટર છે. બોલિવૂડે ક્યારેય તેને ગંભીરતાથી ન લીધો. 

સ્ટાર કિડથી થાય છે જલન

અગાઉ નમાશી અભિષેક અંગે વાત કરી ચૂક્યો છે. એક્ટરે જણાવ્યું હતું કે કેવી રીતે અભિષેકે મિમોહના કરિયર અંગે સલાહ આપી હતી. અભિષેક તે સમયે ઈન્ડસ્ટ્રીનો હોટ એક્ટર હતો. તેમણે ભાઈને કહ્યું હતું કે કોઈ ગમે તે કહે, તે તને અપમાનિત કરવાનો ખૂબ પ્રયાસ કરશે. પરંતુ તમારે હંમેશા ઉઠવાનું છે અને તમારું કામ કરવાનું છે. 

આ સાથે જ નમાશીએ જણાવ્યું કે  મિમોહને પણ જલન થાય છે જ્યારે તે સ્ટાર કિડને સારું કરતા જુએ છે. મને પણ થાય છે. દેખીતું છે કે અમે પણ માણસ છીએ. ખરાબ લાગે છે. એવું લાગે કે કાશ આપણે ત્યાં હોત. પરંતુ આટલા વર્ષો સુધી કામ કર્યા બાદ એહસાસ થઈ જાય છેકે જ્યારે નસીબ તેની રમત રમે છે ત્યારે તમે ગમે તેટલી મહેનત કરો કંઈ ન કરી શકો. 


Google NewsGoogle News