Photos : નાગાર્જુનના ઘરે બેવડી ખુશીનો માહોલ, નાના દીકરાએ કરી સગાઈ, 7 દિવસ પછી મોટાના લગ્ન
Nagarjuna Akkineni : દિગ્ગજ તેલુગુ અભિનેતા નાગાર્જુનના ઘરે બેવડી ખુશીનો માહોલ જામ્યો છે. નાગા ચૈતન્ય અને શોભિતા ધુલીપાલાના લગ્નના થોડા દિવસો પહેલા જ અભિનેતાના નાના પુત્ર અખિલ અક્કીનેનીની સગાઈ થઈ હતી. તેણે તેની ગર્લફ્રેન્ડ અને લાઈફસ્ટાઈલ બ્લોગર ઝૈનબ રાવડજી સાથે સગાઈ કરી છે. નાગાર્જુને તેના X હેન્ડલ પર દંપતીના ફોટા સાથે ખુશખબરીના સમાચાર આપીને ઝૈનબનું પરિવારમાં સ્વાગત કર્યું.
નાગાર્જુનના નાના પુત્રની સગાઈ થઈ
નાના દિકરા અને ભાવિ પુત્રવધૂની તસવીર શેર કરતા નાગાર્જુને લખ્યું હતું કે, "મારો દિકરો અખિલ અક્કીનેની અને અમારી ભાવિ પુત્રવધૂ ઝૈનબ રાવડજીની સગાઈની જાહેરાત કરતાં રોમાંચિત છું. અમારા પરિવારમાં ઝૈનબને આવકારવા માટે અમે વધુ ખુશી અનુભવીએ છીએ. કૃપા કરીને અમારી સાથે જોડાઓ. યુવા દંપતિને અભિનંદન અને તેમનું જીવન પ્રેમ, ખુશીઓ અને તમારા અસંખ્ય આશીર્વાદોથી ભરેલું રહે તેવી શુભેચ્છાઓ."
અખિલ અક્કીનેનીએ સારા સમાચાર શેર કર્યા
અખિલે પણ ખુખખબરી આપતાં સમાચારની જાહેરાત કરી તેની સગાઈની શાનદાર તસવીરો પણ શેર કરી હતી. તેણે લખ્યું, 'મને મારી પાર્ટનર મળી ગઈ છે. આ જાહેરાત કરતાં મને આનંદ થઈ રહ્યો છે કે, ઝૈનબ રાવડજી અને મારી સગાઈ થઈ ચૂકી છે. આ વર્ષની શરૂઆતમાં નાગાર્જુને તેમના મોટા પુત્ર નાગા ચૈતન્યની અભિનેત્રી શોભિતા ધૂલીપાલા સાથે સગાઈની જાહેરાત કરી હતી. આ દંપતીએ તેમના લગ્નની ઉજવણી શરૂ કરી દીધી છે અને 4 ડિસેમ્બરે લગ્ન કરવાના છે.