સાઉથનો દિગ્ગજ સુપરસ્ટાર મુશ્કેલીમાં મૂકાયો, FIR દાખલ થઈ, જાણો શું છે સંપૂર્ણ મામલો?
Nagarjuna N Convention Centre Case : સાઉથ સિનેમાના પ્રખ્યાત અભિનેતા નાગાર્જુનની વિરુદ્ધમાં માધાપુર પોલીસ સ્ટેશનમાં હૈદરાબાદના એન કન્વેન્શન સેન્ટર સાથે સંબંધિત નાણાકીય ગેરરીતિનો આરોપ લગાવીને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ભાસ્કર રેડ્ડીએ ગુરુવારે સાંજે ફરિયાદ નોંધાવી હતી. માધાપુર સર્કલ ઇન્સ્પેક્ટર કૃષ્ણ મોહનના જણાવ્યા અનુસાર, ફરિયાદમાં દાવો કરવામાં આવ્યો છે કે નાગાર્જુને સ્થળ પરથી ફાયદો ઉઠાવ્યો છે. જ્યારે રેડ્ડીએ માંગ કરી હતી કે સાઉથ સુપરસ્ટાર પાસેથી પૈસા વસૂલ કરીને સરકારને પરત કરવામાં આવે.
શું છે આખો મામલો?
હૈદરાબાદના માધાપુર પોલીસ સ્ટેશનમાં સાઉથ સુપરસ્ટારની વિરુદ્ધમાં એન કન્વેન્શન સેન્ટરમાં અતિક્રમણને લઈને ફરિયાદ દાખલ કરવામાં આવી છે. ઓગસ્ટમાં, નાગાર્જુને જે જમીન પર એન કન્વેન્શન સેન્ટર બાંધવામાં આવ્યું હતું, તેનો બચાવ કરતા કહ્યું કે તે પટ્ટા જમીન તરીકે નોંધવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે, ત્યાં કોઈ અતિક્રમણ કરાયુ નથી અને આંધ્રપ્રદેશ લેન્ડ ગ્રેબિંગ અધિનિયમની વિશેષ અદાલતના ચુકાદાનો ઉલ્લેખ કર્યો, જેમાં તુમ્મીકુંટા તળાવ ખાતે જમીન અતિક્રમણના દાવા સામે ચુકાદો આપ્યો હતો.
Dear all,
— Nagarjuna Akkineni (@iamnagarjuna) August 25, 2024
fans and well-wishers,
News about celebrities, can often be exaggerated and speculated for effect.
I would like to reiterate that the land on which N-convention has been built is a Patta Documented land. Not even one cent of the land beyond that has been encroached…
નાગાર્જુને પોસ્ટ શેર કરીને શું કહ્યું?
સમગ્ર મામલે નાગાર્જુને સોશિયલ મીડિયા માધ્યમ 'X' પર પોસ્ટ કરીને ચિંતા વ્યક્ત કરતા લખ્યું હતું કે, 'ડિયર ફેન્સ અને શુભેચ્છકો, સેલિબ્રિટીઓ વિશેના સમાચારો ઘણી વખત અતિશયોક્તિભર્યા હોઈ શકે છે અને તેના પ્રભાવ માટે કેટલીક અટકળો પણ લગાવવામાં આવે છે. હું ફરીથી જણાવવા માગુ છુ કે, જે જમીન પર એન કન્વેન્શન બાંધવામાં આવ્યું છે તે લીઝ ડીડ જમીન છે. એક ટકા પણ જમીન પર અતિક્રમણ થયું નથી.'
તેમણે જણાવ્યું કે, 'આંધ્રપ્રદેશ લેન્ડ ગ્રેબિંગ અધિનિયમની વિશેષ અદાલતે 24-02-2014ના આદેશ ક્રમાંક 3943/2011 પાસ કરતી વખતે જણાવ્યું હતું કે તુમ્મીકુંટા તળાવમાં કોઈ અતિક્રમણ થયું નથી. ત્યારે હવે માનનીય ઉચ્ચ ન્યાયાલય સમક્ષ ઔપચારિક તર્ક પ્રસ્તુત કરાયું છે. હું દેશમાં કાયદો અને વ્યવસ્થાનું પાલન કરીશ. હું તમને ઈમાનદારીથી અનુરોધ કરુ છું કે, અટકળો, કોઈ પ્રકારની અફવાહો અને તથ્યોની ખોટી રજૂઆતમાં વિશ્વાસ ન કરવા વિનંતી કરું છું.'
એન કન્વેન્શન સેન્ટરમાં ડિમોલિશન શરૂ
માધાપુરના ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસએ જણાવ્યું હતું કે, HYDRAA અધિકારીઓએ આજે સવારે કન્વેન્શન હોલને તોડી પાડવાનું શરૂ કર્યું છે અને તમામ ડિમોલિશન સરળતાથી થાય તે સુનિશ્ચિત કરવા માટે અમે પોલીસ દળ તૈનાત કર્યું છે.