તલાકના 2 વર્ષ બાદ પેચઅપ! એક્ટરે Ex વાઈફ સાથે કરી મુલાકાત? ફોટો સામે આવતા શરૂ થઈ ચર્ચા

Updated: Oct 9th, 2023


Google NewsGoogle News
તલાકના 2 વર્ષ બાદ પેચઅપ! એક્ટરે Ex વાઈફ સાથે કરી મુલાકાત? ફોટો સામે આવતા શરૂ થઈ ચર્ચા 1 - image


Image: Instagram

નવી મુંબઇ,તા. 9 ઓક્ટોબર 2023, સોમવાર

એક સમયે સાઉથ સિનેમાના ફેવરિટ કપલ પૈકીના એક ગણાતા સામંથા રૂથ પ્રભુ અને નાગા ચૈતન્યના ડિવોર્સના ન્યુઝે ફેન્સના દિલ તોડી નાખ્યા હતા. જો કે, હવે સ્ટાર્સ પોતપોતાના જીવનમાં આગળ વધી ગયા છે. જ્યારે સમન્થા આ દિવસોમાં અભિનયમાંથી બ્રેક લઈ રહી છે અને તેના સ્વાસ્થ્ય પર ધ્યાન આપી રહી છે, ત્યારે નાગા ચૈતન્યના શોભિતા ધૂલીપાલા સાથેના અફેરની ચર્ચા થઈ રહી છે. 

મળતી માહિતી પ્રમાણે અભિનેતાએ એક તસવીર પોસ્ટ કરી છે, જેનાથી અટકળો શરૂ થઈ છે કે, સમંથા અને નાગા ચૈતન્ય વચ્ચે બધુ બરાબર ચાલી રહ્યું છે.

લોકોને લાગી રહ્યું છેકે, સામંથાએ તેના પૂર્વ પતિ નાગા ચૈતન્ય સાથે પેચઅપ કર્યું છે. છેલ્લા ઘણા દિવસોથી આની ચર્ચા થઈ રહી હતી અને હવે ફરી એકવાર આ તરફ ઈશારો કરતી એક તસવીર સામે આવી છે.

આ રીતે ચર્ચા શરૂ થઈ

થોડા દિવસો પહેલા જ સામંથાએ નાગા ચૈતન્ય સાથેની તેની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. આ ફોટો તેજ હતા જે તેણે પોતાના ડિવોર્સ બાદ હાઇડ કરી નાંખ્યા હતા. 

હવે વધુ એક તસવીર સામે આવી છે, જેને જોઈને ફેન્સ ફરી અટકળ લગાવી રહ્યાં છે કે, બંને એકસાથે આવી શકે છે. વાસ્તવમાં, આ તસવીર ખુદ નાગા ચૈતન્યએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરી છે.

નાગા ચૈતન્યએ તસવીરના કેપ્શનમાં લખ્યું, 'Vibe'. આ તસવીરમાં, એક ડોગ ડ્રાઇવિંગ સીટની બાજુમાં બેઠેલો જોવા મળે છે, જે અસ્ત થતા સૂર્ય તરફ જોઈ રહ્યો છે. આ પાલતુ સામન્થાનો છે જેનું નામ હેશ છે. આ ડોગનું સ્વાગત નાગા ચૈતન્ય અને સામન્થાએ કર્યું હતુ. તે દરમિયાન બંને સાથે હતા. બ્રેકઅપ પછી, સામંથા તેના ડોગ સાથે અલગ ઘરમાં શિફ્ટ થઈ હતી. જે બાદ સામંથા પોતાના ડોગ સાથેના ફોટો સોશિયલ મીડિયા પર શેર કરતી હતી. જેનાથી ક્લિયર હતુ કે, પતિ-પત્નીના અલગ થયા બાદ તેનું પેટ માત્ર સામંથા પાસે જ છે. 

સમંથા હાલમાં દુબઈમાં છે અને નાગા ચૈતન્ય બુલડોગ જાતિના આ કૂતરાની સંપૂર્ણ જવાબદારી લઈ રહ્યા છે. હવે બંનેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. તેમને સામંથા ઓટો ઈમ્યુન ડિસીઝથી પીડિત હતી. તાજેતરમાં, તે સારવાર માટે વિદેશ ગઈ હતી, ત્યારબાદ તેણે કહ્યું હતું કે, તે લગભગ એક વર્ષથી ફિલ્મોમાંથી બ્રેક લઈ રહી છે. બ્રેક લીધા પછી પણ, સામંથા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટીવ રહે છે અને તે તેના ચાહકો સાથે તેના જીવન સાથે સંબંધિત દરેક અપડેટ શેર કરતી રહે છે. અભિનેત્રી વિજય દેવરાકોંડા છેલ્લે ખુશી ફિલ્મમાં જોવા મળી હતી.


Google NewsGoogle News