નાગા ચૈતન્ય બીજી વખત લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે

Updated: Sep 16th, 2023


Google NewsGoogle News
નાગા ચૈતન્ય બીજી વખત લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે 1 - image


મુંબઇ : અક્કિકેની નાગા ચૈતન્ય  ફરી એક વખત પોતાના અંગત જીવનને લઇને ચર્ચામાં છે.તે બિઝનેસ પરિવારની એક યુવતી સાથે લગ્ન કરવાની તૈયારી કરી રહ્યો છે. જોકે સામંથા રૂથ પ્રભુ સાથેના છુટાછેડા પછી તેનું નામ શોભિતા ધૂલિપાલા સાથે જોડાયું હતું. જોક નાગા ચૈતન્યના પરિવાર તરફથી સત્તાવાર રીતે પુષ્ટિ કરવામાં આવી નથી.  નાગા ચૈતન્યના પિતા નાગાર્જુન ચુપચાપપોતાના પુત્રના બીજા લગ્નની તૈયારી કરી રહ્યો છે. 

જોકે આ વિશે બહુ ઓછી માહિતી પ્રાપ્ત થઇ છે. પરંતુ ચર્ચા એવી છે કે, નાગાની થનારી દુલ્હન એક બિઝનેસ પરિવારથી છે, અને તેમનો ફિલ્મોથી કોઇ સંબંધ નથી. 

સાામંથા રૂથપ્રભુથી છુટા પડયા પછી શોભિતા ધૂલિપાલા સાથે તેનું નામ જોડાયું હતું. યુગલ વારંવાર જાહેરમાં સાથે જોવા મળતું હતું. ચર્ચા તો ત્યાં સુધી હતી કે, નાગા ચૈતન્યના નવા ઘરેપણ શોભિતા  ગઇ હતી. 

નાગા ચૈત્યન હાલમાં જ મોટરસ્પોર્ટસની દુનિયા સાથે જોડાયો છે. તે એક કાર રેસિંગ ટીમનો માલિક બન્યો છે. 


Google NewsGoogle News