હું સબંધ તોડતા પહેલા 1000 વાર...: સામંથા રૂથ પ્રભુ સાથે છૂટાછેડા પર નાગા ચૈતન્યએ તોડ્યું મૌન
Naga Chaitanya On Divorce With Samantha: સાઉથ સ્ટાર નાગા ચૈતન્ય હાલમાં પોતાની ફિલ્મ થંડેલને લઈને ચર્ચામાં છે. બીજી તરફ એક્ટરે થોડા મહિના પહેલા જ શોભિતા ધુલિપાલા સાથે લગ્ન કર્યા હતા. એક્ટરે પહેલા લગ્ન સાઉથની ટોપ એક્ટ્રેસ સામંથા રૂથ પ્રભુ સાથે કર્યા હતા, પરંતુ તેમના છૂટાછેડા થઈ ગયા હતા. બીજી તરફ નાગા ચૈતન્યએ તાજેતરમાં જ એક ઈન્ટરવ્યૂમાં સામંથા સાથે પોતાના છૂટાછેડા પર મૌન તોડ્યું છે. એક્ટરે કહ્યું કે, 'હવે અમે બંને પોતાની લાઈફમાં મૂવ ઓન કરી ચૂક્યા છે, પરંતુ એક-બીજાનું ખૂબ સન્માન કરીએ છીએ.'
સામંથા સાથે છૂટાછેડા પર નાગા ચૈતન્યએ તોડ્યું મૌન
સામંથા સાથે છૂટાછેડા પર મૌન તોડતા એક્ટરે કહ્યું કે, અમે અમારા રસ્તે આગળ જવા માગતા હતા. અમે પોતાના કારણોસર આ નિર્ણય લીધો અને અમે એકબીજાનું સન્માન કરીએ છીએ. અમે અમારા જીવનમાં પોતાની રીતે આગળ વધી રહ્યા છીએ. મને એ નથી સમજાતું કે આનાથી વધારે સ્પષ્ટતાની કેમ જરૂર છે. મને આશા છે કે, દર્શકો અને મીડિયા અમારા આ નિર્ણયનું સન્માન કરશે. અમે પ્રાઈવેસી માગી છે. પ્લીઝ અમારી રિસ્પેક્ટ કરો અને આ મામલે અમને પ્રાઈવેસી આપો. પરંતુ દુર્ભાગ્યથી આ એક ટાઈટલ બની ગયું છે. આ એક ટોપિક બની ગયો છે. આ મનોરંજન બની ગયું છે.
હું મૂવ ઓન કરી ગયો છું
એક્ટરે આગળ કહ્યું કે, હું ખૂબ જ ગ્રેસ સાથે આગળ વધ્યો છું અને તે પણ ખૂબ ગ્રેસ સાથે આગળ વધી રહી છે. અમે અમારી લાઈફ ખુદ જીવી રહ્યા છીએ. મને ફરીથી પ્રેમ મળી ગયો છે. હું ખૂબ જ ખુશ છું અને અમારા મનમાં એક-બીજા માટે ખૂબ રિસ્પેક્ટ છે. એક્ટરે આગળ દર્શકોને અપીલ કરી કે, તમે સામંથા સાથે તેના ડાયનેમિક્સને લઈને પોઝિટિવ રહો, કારણ કે, મારા મનમાં એક્ટ્રેસ માટે ખૂબ જ સન્માન છે. એવું તો નથી કે આ માત્ર મારા જીવનમાં જ થઈ રહ્યું છે, તો પછી મારી સાથે ગુનેગાર જેવો વ્યવહાર કેમ કરવામાં આવે છે?
હું સબંધ તોડતા પહેલા 1000 વાર વિચારીશ
સામંથા સાથે લગ્નનો અંત લાવવાના નિર્ણય પર વાત કરતા એક્ટરે આગળ કહ્યું કે, આ નિર્ણય લગ્નમાં જે પણ સામેલ હતા તેના ભલા માટે લેવામાં આવ્યો હતો. જે પણ નિર્ણય લીધો એ ખૂબ જ સમજી-વિચારીને અને બીજા વ્યક્તિ માટે ખૂબ જ સન્માન સાથે લેવામાં આવ્યો હતો. આ નિર્ણય રાતો-રાત નથી લેવાયો. હું આ એટલા માટે કહી રહ્યો છું, કારણ કે, આ મારા માટે ખૂબ સંવેદનશીલ ટોપિક છે. હું એક તૂટેલા પરિવારમાંથી આવું છું. હું એક તૂટેલા પરિવારનો બાળક છું, તેથી મને ખબર છે કે, આ અનુભવ કેવો હોય છે. હું સબંધ તોડતા પહેલા 1000 વાર વિચારીશ, કારણ કે, હું તેના પરિણામો જાણું છું. આ એક પરસ્પર લેવાયેલો નિર્ણય હતો.
આ પણ વાંચો: કેજરીવાલને જેલ, સંગઠનનું માઇક્રો મેનેજમેન્ટ: દિલ્હીમાં ભાજપની ઐતિહાસિક જીતના કારણો
તમને જણાવી દઈએ કે, નાગા ચૈતન્ય અને સામંથા રૂથ પ્રભુના લગ્ન 2017માં થયા હતા. જોકે 2021માં તેમના છૂટાછેડા થઈ ગયા. નાગા ચૈતન્ય હવે શોભિતા ધુલિપાલા સાથે લગ્ન કરી ચૂક્યો છે.