Get The App

નાગા ચૈતન્ય અને શોભિતાના લગ્ન ચોથી ડિસેમ્બરે યોજાશે

Updated: Nov 6th, 2024


Google NewsGoogle News
નાગા ચૈતન્ય અને શોભિતાના લગ્ન ચોથી ડિસેમ્બરે યોજાશે 1 - image


- હૈદરાબાદમાં જ પરંપરાગત વિધિથી લગ્ન

- અગાઉ બંને જયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરવાનાં હોવાની અટકળો હતી

મુંબઇ : નાગા ચૈતન્ય અને શોભિતા ધુલિપાલા ૪ ડિસેમ્બરના રોજ હૈદરાબાદમાં લગ્ન કરવાના છે. આ પહેલા એવો રિપોર્ટ હતો કે યુગલ જયપુરમાં ડેસ્ટિનેશન વેડિંગ કરશે,  પરંતુ તાજેતરના અહેવાલો અનુસાર, હવે તેમણે લગ્ન કરવા માટે નાગાર્જુનના પરિવારના અન્નપુર્ણા સ્ટુડિયોને લગ્ન કરવા માટે પસંદ કર્યો છે. આ સ્ટુડિયોમાં એક ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવશે. 

૨૧મીઓક્ટોબરે શોભિતાએ પ્રી-વેડિંગ સેરેમનીની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. 

ઉલ્લેખનીય છે કે, નાગા ચૈતન્યના  આ બીજાં લગ્ન છે. આ અગાઉ તે સામંથા રુથ પ્રભૂને છૂટાછેડા આપી ચૂક્યો છે. 

નાગા ચૈતન્ય અને શોભિતાએ ૮ઓગસ્ટના રોજ હૈદરાબાદમાં સગપણ કર્યું હતું. જેની ઘોષણા નાગા ચૈતન્યના પિતા નાગાર્જુને સોશિયલ મીડિયા પર કરી હતી. નાગા ચૈતન્ય અને શોભિતાની મુલાકાત ૨૦૨૨માં એક પાર્ટીમાં થઇ હતી અને ત્યારથી તેઓ મિત્ર બની ગયા હતા અને પછીથી ડેટિંગ કરવા લાગ્યા હતા અને હવે લગ્ન કરી રહ્યા છે. 

જોકે પોતાના લગ્ન બાબતે નાગા ચૈતન્ય એને શોભિતા ધુલિપાલાએ સત્તાવાર રીતે કોઇ માહિતી આપી નથી. 


Google NewsGoogle News