Get The App

નાગા ચૈતન્ય અને શોભિતાનાં લગ્ન ડિસેમ્બર ફર્સ્ટ વીકમાં

Updated: Nov 1st, 2024


Google NewsGoogle News
નાગા ચૈતન્ય અને શોભિતાનાં લગ્ન ડિસેમ્બર ફર્સ્ટ વીકમાં 1 - image


- બંનેના લગ્નની વિધિઓ શરુ થઈ ચૂકી છે 

- એવોર્ડ સમારોહમાં શોભિતાની ઓળખાણ નાગાર્જુનની ભાવિ પુત્રવધૂ તરીકે અપાઈ

મુંબઈ : સાઉથના સ્ટાર નાગા ચૈતન્ય અને ઓટીટીની ટોચની હિરોઈન શોભિતા ધુલિપાલના લગ્ન આગામી ડિસેમ્બર માસના પ્રથમ સપ્તાહમાં થશે એવી ચર્ચા છે. બંનેના પરિવારોએ લગ્નની વિધિઓ પણ શરુ કરી દીધી છે. 

નાગા ચૈતન્ય અને શોભિતાની તાજેતરમાં જ વિધિપૂર્વક સગાઈ થઈ હતી. બંનેનાં લગ્નની ચોક્કસ તારીખ હજુ સુધી જાહેર કરાઈ નથી. પરંતુ, સાઉથના વર્તુળોમાં ચર્ચા અનુસાર મોટાભાગે ડિસેમ્બરના પહેલાં સપ્તાહમાં જ આ લગ્ન નિર્ધારિત થઈ ચૂક્યાં છે. થોડા દિવસો પહેલાં હૈદરાબાદમાં  એએનઆર એવોર્ડ સમારોહ હતો. તેમાં નાગા ચૈતન્યના પિતા  અને અભિનેતા નાગાર્જુને  ચિરંજીવીને શોભિતાની ઓળખાણ ભાવિ પુત્રવધૂ તરીકે કરાવી હતી. 

શોભિતા સમગ્ર નાગાર્જુનના પરિવાર સાથે પહેલીવાર જાહેરમાં દેખાઈ હતી. નાગા ચૈતન્યનાં મેરેજ અગાઉ સાઉથની લોકપ્રિય અભિનેત્રી સામંથા રુથ પ્રભુ સાથે થયાં હતાં. સામંથા સાથે છૂટાછેડા બાદ નાગા ચૈતન્ય અને શોભિતા વચ્ચે ડેટિંગ શરુ થયું હતું. 


Google NewsGoogle News