'મારું બેકગ્રાઉન્ડ ફિલ્મી નથી એટલે...' ગ્લેમરસ એક્ટ્રેસને કરવો પડી રહ્યો છે બોલિવૂડમાં સંઘર્ષ!
Image: Facebook
Amyra Dastur: હું ક્યારેય એવી વ્યક્તિ રહી નથી જેને કોઈપણ ચીજ આસાનીથી મળી હોય, જો મને કોઈ વસ્તુ આસાનીથી મળી જાય છે તો હું ચોંકી જાઉં છું' આ શબ્દો છે અભિનેત્રી અમાયરા દસ્તુરના. જે બોલિવૂડમાં પોતાની જગ્યા બનાવીને ભારતની વિવિધ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં પોતાની કિસ્મત અજમાવી રહી છે.
પોતાના દસ વર્ષના ફિલ્મી કરિયરમાં અભિનેત્રીને દક્ષિણ ભારતીય સિનેમામાં અને આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટમાં કામ કરવાનો મોકો મળ્યો છે. સાઉથ મુંબઈથી આવતી અને ફિલ્મી બેકગ્રાઉન્ડ સાથે દૂર-દૂર સુધી કોઈ સંબંધ ન ધરાવતી અમાયરા દસ્તુરના પિતા ડૉક્ટર છે. અભિનેત્રીને શોબિઝમાં પોતાની જગ્યા બનાવવા ઘણો સંઘર્ષ કરવો પડયો હતો.
આ પણ વાંચો: દેશના સૌથી ધનિક IAS, પગાર તરીકે 1 રૂપિયો લેતા, ગોગલ્સ પહેરીને PM મોદીને મળવા જતા વિવાદ થયો હતો
અમાયરા કહે છે કે, મને ત્યારે આશ્ચર્ય થાય છે કે જ્યારે કોઈ પાત્ર ભજવવા માટે મને કોઈપણ ઓડિશનમાંથી પસાર થવું પડે નહીં. હું ઈન્ડસ્ટ્રીમાં મારી સ્થિતિ જાણું છું. મને ખબર છે કે મારી પાસે કોઈ કનેક્શન નથી, જે અમુક લોકો પાસે છે. જો હું ડૉક્ટર બનવા માંગતી તો મારા પિતા (જે મેડિકલ જગતમાં છે) મારી મદદ કરતા, મેં એવા ક્ષેત્રમાં કરિયર બનાવવાનું વિચાર્યું જ્યાં હું કોઈને પણ જાણતી નથી. મારે પોતાના સંબંધો જાતે જ વિકસાવવા પડશે. શોર્ટમાં કહું તો, ઘણી મહેનતના આધારે મને કામ મળ્યું છે અને તેથી હું તેને વધુ મહત્વ આપું છું. પોતાની ભવિષ્યની યોજનાઓ અંગે અમાયરા કહે છે કે, હું મહિલા કેન્દ્રિત ફિલ્મમાં મુખ્ય ભૂમિકા અદા કરવાનું પસંદ કરીશ. પરંતુ મને એ પણ લાગે છે કે, મારે હજુય દર્શકો વચ્ચે ઓળખ બનાવવી પડશે. કારણ કે હું મારા કરિયરના એવા ટર્નિંગ પર ઊભી છું જ્યાં મને લાગે છે કે, હું પોતે મહિલા કેન્દ્રિત ફિલ્મમાં કામ કરીને દર્શકોને થિયેટર સુધી લાવવા એટલી સક્ષમ નથી. મારે એ સ્તર સુધી પહોંચવામાં હજુય બે-ત્રણ ફિલ્મ કરવાની જરૃરત છે જ્યાં હું મારા દમ પર ઊભી રહી શકું.