Bigg Boss 17ના વિજેતા મુનાવર ફારૂકીએ ગુપચુપ રીતે કરી લીધા બીજા લગ્ન?
Munawar Faruqui Marriage: બિગ બોસ 17ના વિજેતા મુનાવર ફારૂકી પોતાની પર્સનલ લાઈફને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. હવે એવા અહેવાલ છે કે, ફારૂકીએ ગુપચુપ લગ્ન કરી લીધા છે. તેમના લગ્ન 10-12 દિવસ પહેલા થયા હતા. આ લગ્નમાં માત્ર તેના નજીકના લોકો જ હાજર રહ્યા હતા. આ પહેલા ફેન પેજ દ્વારા આ સમાચાર સામે આવ્યા હતા. જે બાદ તેમના નજીકના એક સૂત્રએ આ સમાચારની પુષ્ટિ કરી હતી.
એક રિપોર્ટ અનુસાર, મુનવ્વરના લગ્ન મુંબઈના ITC મરાઠામાં થયા હતા. તેણે આ લગ્નને ખાનગી રાખ્યા હતા અને કોઈ ફોટો શેર કર્યો ન હતો. તેની નવી પત્નીનું નામ મેહઝબીન કોટવાલા (Mehzabeen Coatwala ) છે, જે વ્યવસાયે મેકઅપ આર્ટિસ્ટ છે. મુનવ્વરે આ લગ્ન અંગે હજુ સુધી કોઈ પ્રતિક્રિયા આપી નથી.
જોકે, મુનવ્વરના આ બીજા લગ્ન હશે. તે એક પુત્રનો પિતા છે. મુનવ્વરને પ્રથમ લગ્નથી એક પુત્ર છે. મુનવ્વરે પોતાના પહેલા લગ્ન પણ છુપાવ્યા હતા. તેમના પ્રથમ લગ્ન 2017માં થયા હતા અને બંને 2020માં અલગ થઈ ગયા હતા. મુનવ્વરનો પુત્ર તેની સાથે રહે છે. મુનવ્વર તેની લવ લાઈફને લઈને પણ ચર્ચામાં રહેતો હતો.
સોશિયલ મીડિયા પર વાયરલ ફોટો
જો કે આ આમંત્રણનો એક ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેમાં છોકરા અને છોકરીના નામમાં પહેલો અક્ષર M લખવામાં આવ્યો છે. આ ફોટો મુનવ્વરના લગ્નનો ફોટો હોવાનું કહેવાય છે. જો કે, આ અંગે કોઈ સત્તાવાર સમર્થન નથી. આ સિવાય હિના ખાને પોતાનો એક ફોટો શેર કર્યો છે. આ ફોટોના બેકગ્રાઉન્ડમાં ગીત વાગી રહ્યું છે, મેરે યાર કી શાદી હૈ. ત્યારથી ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે, હિનાએ મુનવ્વરના લગ્નમા હાજરી આપી છે.
મહત્વનું છેકે હિના અને મુનવ્વરે એક મ્યુઝિક વીડિયો માટે સાથે કામ કર્યું હતું. ત્યારથી તેમની વચ્ચે સારી મિત્રતા છે.