Get The App

મુંબઈ: ટ્રક સાથે બાઈકની ટક્કરમાં જાણીતા ટીવી એક્ટરનું 23 વર્ષની વયે મોત, ઓડિશન આપવા જતો હતો

Updated: Jan 18th, 2025

GS TEAM


Google News
Google News
મુંબઈ: ટ્રક સાથે બાઈકની ટક્કરમાં જાણીતા ટીવી એક્ટરનું 23 વર્ષની વયે મોત, ઓડિશન આપવા જતો હતો 1 - image


Famous TV Actor Aman Jaysval Died: ટીવી ઇન્ડસ્ટ્રીમાંથી એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. 'ધરતીપુત્ર નંદિની' શોમાં કામ કરનાર એક્ટર અમન જયસ્વાલનું નિધન થઈ ગયું છે. અમનની ઉંમર ફક્ત 23 વર્ષ હતી. ધરતીપુત્ર નંદિની શૉના રાઇટર ધીરજ મિશ્રાએ આ સમાચારની પુષ્ટિ કરી છે. મિશ્રાએ જણાવ્યું કે, અમન જ્યારે બાઈક પર જઈ રહ્યો હતો ત્યારે ટ્રક સાથે ટક્કર થતાં અકસ્માત સર્જાયો હતો, જેમાં તેનું મોત નિપજ્યું.

ઑડિશન આપવા જઈ રહ્યો હતો 

ધીરજ મિશ્રાએ આ વિશે વધુ વાત કરતાં જણાવ્યું કે, 'અમન કોઈક ઑડિશન આપવા જઈ રહ્યો હતો. તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને લખ્યું, તું જીવિત રહીશ અમારી યાદોમાં, ઈશ્વર આટલો ક્રૂર પણ હોઈ શકે કે જે આજે તમારા મૃત્યુએ અનુભવ કરાવી દીધો. અલવિદા.'

આ પણ વાંચોઃ સૈફ અલી ખાન પર થયેલા હુમલામાં કોઈ અંડરવર્લ્ડ ગેંગનો હાથ નહીં: મહારાષ્ટ્રના મંત્રી

હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો 

મળતી માહિતી મુજબ, અકસ્માત બાદ અમનને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. પરંતુ, અડધા કલાકમાં જ એક્ટરનું મોત થયું.   

આ પણ વાંચોઃ શાહરૂખના ઘરમાં પણ અજાણ્યા શખસનો ઘૂસવાનો પ્રયાસ, નિસરણી મૂકી રેકી પણ કર્યાનો દાવો

અમનના પ્રસિદ્ધ શો

અમન ઉત્તર પ્રદેશના બાલિયાનો રહેવાસી હતો. તેણે 'ધરતીપુત્ર નંદિની'માં મુખ્ય પાત્ર ભજવ્યું હતું. જ્યારે અન્ય શૉ પુણ્યશ્લોક અહિલ્યાબાઈમાં યશવંત રાવ ફાંસેનું પાત્ર ભજવ્યું હતું. આ શૉ વર્ષ 2021 થી 2023 સુધી ટેલિકાસ્ટ થયો હતો. અમને પોતાના કરિયરની શરૂઆત મોડેલ તરીકે કરી હતી અને તે રવિ દુબે અને સરગુન મહેતાના શો 'ઉડારિયા'નો ભાગ પણ હતો. 


Tags :