ટિકિટના ભાવ અંગે વિવાદ! કરણ જોહર અને મલ્ટીપ્લેક્સ એસોસિએશન વચ્ચે શાબ્દિક યુદ્ધ
Karan Johar: કરણ જોહર જાણીતા ફિલ્મ નિર્માતા અને પ્રોડ્યુસર છે. પરંતુ તે તેની ફિલ્મો કરતા વધારે તે પોતાના નિવેદનોને કારણે ચર્ચામાં રહે છે. તાજેતરમાં તેના એક નિવેદનના કારણે સિનેમા હોલ અને મલ્ટીપ્લેક્સના માલિકો કરણની પાછળ પડ્યા છે. કરણે પોતાના નિવેદનમાં કહ્યું કે, 'આજકાલ સામાન્ય વ્યક્તિ માટે સિનેમા હોલમાં જવું ઘણું મોંઘું થઈ ગયું છે.' કરણે આજના મોંઘા મૂવી થિયેટરો અને ત્યાંના મોંઘા ભોજન પર ટિપ્પણી કરી છે. જે બાદ થિયેટર માલિકો તેમના પર ગુસ્સે થયા હતા.
એક વર્ષમાં લોકો માત્ર 2-3 ફિલ્મો જોવા માટે થિયેટરોમાં જાય છે
તાજેતરમાં જ પેનલ ચર્ચામાં પાંચ પ્રખ્યાત ભારતીય ફિલ્મ નિર્માતાઓએ કરણ જોહર, ઝોયા અખ્તર, વેત્રી મારન, પા રંજીત અને મહેશ નારાયણન સહિત ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રી સામેના પડકારોની ચર્ચા કરી હતી. આ સાથે જ તેમણે ફિલ્મો અને થિયેટરોમાં ફિલ્મો જોવાના અનુભવ વિશે પણ વાત કરી. કરણે કહ્યું કે કોરોના પહેલા જ્યાં લોકો એક વર્ષમાં 6-8 ફિલ્મો જોવા માટે થિયેટરોમાં જતા હતા, ત્યાં મહામારી પછી તેઓ અમુક આકર્ષક લાગતી માત્ર 2-3 ફિલ્મો જોવા માટે થિયેટરોમાં જાય છે.
ટિકિટના ભાવ ઊંચા હોવાથી પ્રેક્ષકો થિયેટરથી દૂર રહે છે - કરણ
આ બાબતે કરણ કહે છે કે, 'ઘણી વખત પરિવાર મને કહે છે કે અમે થિયેટરમાં માત્ર બેથી ત્રણ ફિલ્મો જ જોવા જઈએ છીએ. કારણ કે અમને થિયેટરમાં ફિલ્મો જોવાનું પોસાય તેમ નથી. કારણ કે જો અમારા બાળકો પોપકોર્ન કે ખાવા માટે કંઈક માંગે તો અમને તેને ના પાડવી ગમતી નથી. તેથી જ અમે થિયેટરને બદલે હોટલોમાં જઈએ છીએ. જ્યાં અમારે ટિકિટ ખરીદવાની જરૂર નથી, અમે ફક્ત ભોજન માટે પૈસા ચૂકવીએ છીએ.'
આ પણ વાંચો: કરણ જોહર પર કેમ ગુસ્સે ભરાઈ ઝોયા અખ્તર, અભિનેતાઓને અપાતી ફીઝ મામલે આ સલાહ
મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઑફ ઈન્ડિયાએ આપી પ્રતિક્રિયા
હવે કરણના આ નિવેદન બાદ મલ્ટીપ્લેક્સ માલિકોએ પ્રતિક્રિયા આપી છે. મલ્ટિપ્લેક્સ એસોસિએશન ઑફ ઈન્ડિયાનું કહેવું છે કે, 'જો ચાર જણનું કુટુંબ ફિલ્મ જોવા માટે થિયેટરમાં જાય છે તો તેમનો ખર્ચ માત્ર 1,560 રૂપિયાની આસપાસ છે. આમાં થિયેટરની અંદર ખોરાક અને ઠંડા પીણા વગેરેનો ખર્ચ સામેલ છે.'
આ પણ વાંચો: હવે વાસુ ભગનાનીએ નેટફ્લિક્સ સામે 47 કરોડની ઠગાઈની ફરિયાદ કરી
એક મીડિયા રિપોર્ટ અનુસાર, મલ્ટીપ્લેક્સ એસોસિએશનનું કહેવું છે કે, 'ગયા વર્ષે એટલે કે 2023માં ભારતના તમામ થિયેટરોમાં ટિકિટની સરેરાશ કિંમત 130 રૂપિયાની આસપાસ હતી. આ ટિકિટ પ્રીમિયર સિનેમામાં 258 રૂપિયામાં વેચાઈ રહી હતી. જો ખાણી-પીણીની વાત કરીએ તો વ્યક્તિ દીઠ સરેરાશ ખર્ચ 132 રૂપિયા છે. જો આપણે તે મુજબ તમામ ખર્ચાઓ ઉમેરીએ તો ચાર લોકોના પરિવારને એક સમયે 1,560 રૂપિયાનો ખર્ચ થશે.'
કરણ આ વાત પર લોકોની પ્રતિક્રિયા
લોકો કહે છે કે કરણની વાત ઘણી હદ સુધી સાચી છે. થિયેટરમાં ફિલ્મ જોવા જવાનો પ્રતિ વ્યક્તિ ખર્ચ રૂ. 800 થી 1,000ની આસપાસ આવે છે. જ્યારે અન્ય એક વ્યક્તિએ સિનેમા એસોસિએશનબાબતે લખ્યું કે, 'તેઓ 130 રૂપિયામાં ફિલ્મનું ટ્રેલર પણ ન બતાવે.' આથી લોકોને કરણ જોહરની વાત વાજબી લાગે છે. લોકો કહે છે કે, 'થિયેટરમાં ફિલ્મ જોવાનો ખર્ચ રૂ.10 હજાર તો ન હોઈ શકે પરંતુ ચોક્કસપણે એક પરિવાર માટે આ ખર્ચ 3 થી 4 હજાર રૂપિયા થો થાય જ છે. તપ એક વ્યક્તિએ તો આ ખર્ચ બચાવવાનો માર્ગ પણ સૂચવતા કહ્યું છે કે, 'જો મલ્ટિપ્લેક્સ માલિકો અમને અમારી સાથે થિયેટરમાં ખાવાનું લઈ જવાની મંજૂરી આપે તો બધી પરેશાનીનો અંત આવશે.'