ક્રિકેટર બનવું હતું અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બની ગયો 'વિલન', બોલિવૂડથી લઈને સાઉથ સુધી દબદબો!
Mukesh Rishi Wanted To Become Cricketer: દર્શકોએ બદલતા સમયની સાથે અનેક ખૂંખાર વિલન જોયા છે અને આજે અમે તમને એવા જ એક ખૂંખાર ઓન-સ્ક્રીન ચહેરા વિશે જણાવીશું. આ અભિનેતાએ સલમાન ખાન અને આમિર ખાન સહિત ઘણાં બોલિવૂડ અને સાઉથ ફિલ્મના જાણીતા સ્ટારની સાથે કામ કર્યું છે, પરંતુ કેટલાય લોકો નથી જાણતા કે આ અભિનેતા ક્યારેય એક્ટર બનવા ઇચ્છતા ન હતા. બુલ્લાનું પાત્ર ભજવીને લોકોના દિલમાં ખાસ જગ્યા બનાવનાર આ વિલન ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવતાં પહેલાં ક્રિકેટર બનવાનું સપનું જોતો હતો.
ક્રિકેટર બનવાની ઇચ્છા હતી
બોલીવૂડમાં મોટાભાગે વિલનનો રોલ ભજવતા મુકેશ ઋષિ 90 અને 20ના દાયકાની શરુઆતમાં ભારતીય સિનેમાના સૌથી ડરામણા વિલનમાંથી એક છે, જે વાસ્તવિક જીવનમાં શાંત રહેવાનું પસંદ કરે છે. મુકેશ અત્યાર સુધીના સૌથી દમદાર વિલનમાંથી એક છે. તેમણે કેટલાય સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું છે. જમ્મુમાં જન્મનારા મુકેશના પિતા બિઝનેસમેન હતા. બીજી તરફ, મુકેશ ક્રિકેટર બનવા ઇચ્છતા હતા. મહત્ત્વની વાત એ છે કે, મુકેશ કૉલેજ દરમિયાન પંજાબ યુનિવર્સિટીમાં ક્રિકેટ ટીમના કૅપ્ટન રહ્યા હતા, પરંતુ થોડા સમયમાં તેમનો પરિવાર મુંબઈ જતા રહ્યા હતા.
આ પણ વાંચો : કંગના રનૌતની ફિલ્મ Emergency રિલીઝ પહેલા જ વિવાદોમાં, પ્રતિબંધ મૂકવાની માંગ
મને આ કામમાં જરાય રસ નથી
મુકેશની કૉલેજ પૂરી થયા પછી તેમના પરિવારે બિઝનેસ કરવા કહ્યું હતું, પરંતુ થોડા જ સમયમાં મુકેશે તેમના પિતાને જણાવ્યું હતું કે, 'મને આ કામમાં જરાય રસ નથી.' જ્યારે મુકેશે વર્લ્ડ ટૂર કરવાની પિતા પાસે ઇચ્છા વ્યક્ત કરી ત્યારે પિતાએ તેમને ફિજી મોકલી દીધા હતા. મોડલિંગમાં હાથ અજમાવતાં પહેલાં 68 વર્ષીય મુકેશે ત્યાં ડિપાર્ટમેન્ટલ સ્ટોર મેનેજર તરીકે પણ કામ કર્યું હતું. ત્યારબાદ લોકોએ તેમને શોબિઝમાં જવા માટે સૂચન કર્યું અને તેમના પિતાના અવસાન બાદ મુકેશ મુંબઈ આવી ગયા હતા. અભિનેતાનું નસીબ ત્યારે ચમક્યું જ્યારે ઋષિના એક મિત્રએ તેનો પરિચય યશ ચોપરા સાથે કરાવ્યો. આજે મુકેશ ઋષિ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું એવું નામ છે કે લોકો તેમના પાત્રોને યાદ કરે છે.
પહેલી જ ફિલ્મ થઈ હીટ
મુકેશ ઋષિ યશ ચોપરાની 1993માં આવેલી 'પરંપરા'માં નાના રોલમાં જોવા મળ્યા હતા. આ ફિલ્મમાં સ્ટાર વિલન બન્યા હતા. ત્યારથી અભિનેતાએ પાછળ વળીને જોયું નથી. આ પછી સરફરોશ, સૂર્યવંશમ, લોફર, ઇન્ડિયન, ગુંડા, કોઈ મિલ ગયા અને દામ સહિત ઘણી ફિલ્મોમાં કામ કર્યું હતું. ઋષિએ બોલિવૂડ ઉપરાંત તમિલ, તેલુગુ અને પંજાબી ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં પણ કામ કર્યું હતું.