Get The App

શક્તિમાનના પુનરાગમનની મુકેશ ખન્ના દ્વારા ઘોષણા

Updated: Nov 12th, 2024


Google NewsGoogle News
શક્તિમાનના પુનરાગમનની મુકેશ ખન્ના દ્વારા ઘોષણા 1 - image


- જોકે, નવી પેઢી માટે શક્તિમાનનું સર્જન એક પડકાર

- હવે ફરી પાછા આવવાનો સમય પાકી ગયો છે ના મેસેજ સાથે ટીઝર શેર કર્યું

મુંબઇ : મુકેશ ખન્નાએ ૯૦ના દાયકામાં ભારતના પહેલા ઓરિજિનલ સુપરહીરો શક્તિમાનની ભૂમિકા ભજવીને બાળકોને ખુશ કરી દીધા હતા. હવે મુકેશ ખન્નાએ પોતે શક્તિમાન તરીકે પાછો આવી રહ્યો હોવાની ઘોષણા કરી છે.

મુકેશ ખન્નાએ એક્સ પર શક્તિમાનનું એક ટીઝર અને વીડિયો શેર કર્યો છે. સાથે લખ્યું છે કે, તમારા પ્યારા સુપરહીરોનો જાદુ  ફરીથી લાવવાનું વચન આપું છું. પોતાની પોસ્ટમાં અભિનેતાએ લખ્યું છે કે, હવે ફરી પાછા આવવાનો સમય આવી ગયો છે. ભારતનો પ્રથમ સુપર ટીચર-સુપર હીરો ફરી આવી રહ્યો છે. . આજે બાળકો અંધકારમાં સરીરહ્યા છે, તેમજ ખોટી આદતોનો શિકાર બની રહ્યા છે. તેથી મારો  ફરી આવવાનો સમય પાકી ગયો છે,જે બાળકો માટે એક સંદેશો લઇને આવી રહ્યો છે. આશા છે કે,આજની પેઢી તેમના સુપર હીરોનું ઉમળકાથી સ્વાગત કરશે.જોકે, સંખ્યાબંધ સોશિયલ મીડિયા યૂઝર્સએ એવી કોમેન્ટ કરી હતી કે એ જમાનામાં હોલીવૂડ ફિલ્મોનું આટલું ચલણ ન હતું. ઓટીટી અને ઈન્ટરનેટ ન હતાં. હવે બાળકો મોબાઈલ પર જ દુનિયાભરનું કન્ટેન્ટ માણે છે. આ પેઢીમાં લોકપ્રિયતા કેળવવાનું શક્તિમાન માટે એક કપરો પડકાર હશે.


Google NewsGoogle News